બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Oh.. 100 crores digital fraud involving 28 thousand people from 35 states, 1,346 FIRs across the country exposed the entire modus operandi

ઘટસ્ફોટ / ઓહો..૩૫ રાજ્યના ૨૮ હજાર લોકો સાથે ૧૦૦ કરોડની ડિઝીટલ ઠગાઈ, દેશભરમાં ૧,૩૪૬ FIR સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

Vishal Khamar

Last Updated: 05:56 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સાયબર ફોર્ડની ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે. ત્યારે ગત રોજ હરિયાણા પોલીસે નૂહંનાં ગામડામાં ફેલાયેલા મોટા નેટવર્કને પર્દાફાશ કર્યો છે. આ ઝડપાયેલ ગેંગની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • સાયબર ફ્રોડનાં નેટવર્કનો પર્દાફાશ કરતી હરિયાણા  પોલીસ
  • સાયબર ક્રિમિનલ નેટવર્ક દ્વારા રૂા. 100 કરોડની ઠગાઈનો પર્દાફાશ
  • પાંચ હજાર પોલીસકર્મીઓની બનેલી 102 ટીમોએ સાગમટે દરોડા પાડ્યા

સાયબર ક્રિમિનલના નેટવર્કના પર્દાફાશ દરમિયાન એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ ઠગ વિવિધ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ આચરતા હતા. તપાસ ટીમે આ માટે ટીએસપી, આઈએસપી, બેન્ક, એનપીસીઆઈ, યુપીઆઈ, યુઆઈડીએઆઈ, ડીઓટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ, ઓએલએક્સ જેવા ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત જાણકારી એકત્ર કરી હતી અને કઈ રીતે ઠગાઈ કરવામાં આવી હતી તેની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
સાયબર ક્રિમિનલના એક મસમોટાં નેટવર્કનો પર્દાફાશ 
હરિયાણા પોલીસે નૂંહનાં ગામડાંમાં ફેલાયેલાં સાયબર ક્રિમિનલના એક મસમોટાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.  હરિયાણામાં એક નવું ‘જામતારા’ ઊભું થયું છે કે, અસલી જામતારા ઝારખંડમાં આવેલું છે અને સાયબર ઠગનો ગઢ ગણાય છે.  હરિયાણાના જામતારા બનેલા નૂંહનાં ગામમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઝડપી લેવામાં આવેલા સાયબર ક્રિમિનલની પૂછપરછના આધારે ચોંકાવનારા ખુલાસા થયા છે.

૧૦૦ કરોડની ઠગાઈ થઈ હોવાનો પર્દાફાશ
હરિયાણા પોલીસે સાયબર ક્રિમિનલના નેટવર્ક દ્વારા રૂપિયા ૧૦૦ કરોડની ઠગાઈ થઈ હોવાનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર ક્રિમિનલ નકલી સિમ કાર્ડ, આધાર કાર્ડ વગેરે દ્વારા દેશભરમાં ઠગાઈને અંજામ આપતા હતા. એટલું જ નહીં, આ અપરાધીઓએ બોગસ બેન્ક એકાઉન્ટ પણ ખોલી રાખ્યાં હતાં.  જેમાં તેઓ ઠગાઈનાં નાણાં ટ્રાન્સફર કરતા હતા કે જેથી પોલીસ તેમના સુધી પહોંચી શકે નહીં.
પાંચ હજાર પોલીસકર્મીઓની બનેલી 102 ટીમોએ સાગમટે દરોડો પાડ્યો
આ અપરાધીઓએ દિલ્હીથી લઈને આંદામાન-નિકોબાર સુધી લોકોને નિશાન બનાવ્યા હતા. આ સાયબર ક્રિમિનલનું મહાનેટવર્ક સમગ્ર દેશમાં પથરાયેલું હતું અને પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને સાયબર ક્રાઈમના લગભગ ૨૮,૦૦૦ કેસ પકડી પાડ્યા છે. દેશભરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રિમિનલ સામે ૧,૩૪૬ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. નૂંહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, ૨૭-૨૮ એપ્રિલની રાતે ૫,૦૦૦ પોલીસકર્મીઓની બનેલી ૧૦૨ ટીમોએ નૂંહ જિલ્લાના ૧૪ ગામમાં સપાટો બોલાવીને એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરીને ૧૨૫ શકમંદ હેકર્સને ઝડપી લીધા હતા. તેમાંથી ૬૬ આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામને કોર્ટમાં રજૂ કરીને ૧૧ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સાયબર ક્રિમિનલની સખ્તાઈથી સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
નવી નવી ટેક્નિકથી લોકો સાથે છેતરપિંડી કરતા
સાયબર અપરાધીઓએ જણાવ્યું છે કે તેઓ નકલી સિમ અને આધાર કાર્ડ મારફતે નવી નવી ટેક્નિકથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસ દરોડા દરમિયાન જપ્ત કરાયેલા મોબાઈલ-સિમ કાર્ડની પણ તપાસ કરી રહી છે.  આ સાયબર ક્રિમિનલને રિમાન્ડ પર લીધા બાદ હરિયાણાના ડીજીપી પ્રશાંતકુમારે આ ઠગ ટોળકીની પૂછપરછ માટે સમગ્ર રાજ્યમાંથી ૪૦ સાયબર એક્સપર્ટની એક ટીમ તૈયાર કરી હતી. આ એક્સપર્ટની મદદથી ઝડપાયેલા સાયબર ઠગની પૂછપરછ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ