બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Now our UPI and RuPay card will also work in France, payment MOU signed between the two countries

ઉપલબ્ધિ / હવે ફ્રાન્સમાં પણ ચાલશે આપણું દેશી UPI અને RuPay કાર્ડ, બન્ને દેશો વચ્ચે પેમેન્ટના MOU સાઈન થયા

ParthB

Last Updated: 12:31 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રાજદૂત જાવેદ અશરફે જણાવ્યું કે, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને RuPay કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે.

  • ફ્રાંન્સમાં UPI અને RuPay કાર્ડથી થશે પેમેન્ટ
  • ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે હસ્તાક્ષર કરાયા
  • ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી 

 ફ્રાંન્સમાં UPI અને RuPay કાર્ડથી થશે પેમેન્ટ

ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે  હવે કોઈ પણ ભારતીય ફ્રાંન્સ  જઈને પણ પોતાના RuPay કાર્ડ અથવા UPI મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે.

ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી 

ફ્રાંન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને RuPay કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે.  આ મામલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ, ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે જેથી ટૂંક સમયમાં ફ્રાંસમાં ભારતીયોને આ સુવિધા મળશે.

બન્ને દેશો વચ્ચે પેમેન્ટના MOU સાઈન થયા
 
આ બન્ને દેશો વચ્ચે થયેલા પેમેન્ટના MOU પ્રમાણે લાયરા નેટવર્ક ભારતીયોને તેમના મશીનો પર UPI અને RuPay કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપશે, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ચૂકવણી કરવાનું સરળ બનશે. આ પહેલા કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઈ અને RuPay કાર્ડ  સ્વીકૃતિ’ માટે NPCI ઇન્ટરનેશનલ અને ફ્રાન્સના Lyra નેટવર્ક વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ કહ્યું કે ભારત એક મહિનામાં 5.5 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે. ફ્રાન્સ સાથેના MOU એક મોટી ઉપલબ્ધિ છે.

સંકળાયેલા મુદ્દાઓ

MoU Rupay Card UPI france એમઓયુ ફ્રાંન્સ યુપીઆઈ રૂપે UPI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ