બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Now Nabiro can not escape the fact! The biggest evidence found in the ISKCON Bridge accident, mentioned in the charge sheet

ખુલાસો / હવે નબીરો તથ્ય નહીં બચી શકે.! ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મળ્યું સૌથી મોટું સબૂત, ચાર્જશીટમાં કરાયો ઉલ્લેખ

Vishal Khamar

Last Updated: 10:32 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ગત રોજ UK થી જેગુઆર કંપનીએ મોકલેલ રિપોર્ટમાં પણ મહત્વનો ખુલાસો થયો હતો. આજે ડીએનએ રિપોર્ટ આવતા જેગુઆર કારમાંથી મળેવા વાળ અને તથ્યનો ડીએનએ રિપોર્ટ મેચ થયો છે.

  • અમદાવાદના ઇસ્કોન અકસ્માત મામલે મોટો ખુલાસો 
  • જેગુઆર કારમાંથી મળેલા વાળ અને તથ્યનો DNA રિપોર્ટ થયો મેચ
  • આવતીકાલે ચાર્જશીટમાં પોલીસ DNA રિપોર્ટ પણ મુકશે 

 અમદાવાદનાં ઈસ્કોન અકસ્માત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં જગુઆર કારમાંથી મળેલા વાળ અને તથ્યનો DNA  રિપોર્ટે મેચ થયો છે. ડ્રાઈવિંગ સીટ પર પોલીસને વાળ મળ્યા હતા. આવતીકાલે ચાર્જશીટમાં પોલીસ DNA  રિપોર્ટ પણ મુકશે. ત્યારે DNA  રિપોર્ટ બાદ તથ્ય જ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો. 

ગત રોજ જેગુઆર કંપનીએ UK થી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો હતો
ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UK થી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. ત્યારે આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહી હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. 
તથ્ય પટેલે અનેક વખત નિયમો તોડ્યા છે
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપી તથ્ય પટેલ પહેલાથી જ કારને સ્પીડમાં ચલાવતો હતો. છેલ્લા એક મહિનામાં તથ્યએ 25 વખત સ્પીડ લિમિટનાં નિયમ તોડ્યા હતાં. પરંતુ નવાઈની વાત તો એ છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત તેના નામે ચલાન કપાયું નહોતું. હાઈવે પર સ્પીડ ટ્રેકર લાગ્યાં હોવા છતાં તથ્ય જેવા નબીરાઓ કાયદાનું ઉલ્લંઘન કરતાં રહે છે જેમાં બદનસીબે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

સિગ્નલ તોડવાનો એક્સપર્ટ હતો તથ્ય
માહિતી અનુસાર તથ્યએ છેલ્લાં એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યું હતું. સિગ્નલ તોડ્યું હોય કે ઓવર સ્પીડીંગ- તથ્યના નામે એકપણ વખત મેમો કપાયો નથી. તથ્યએ એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી રીંગ રોડ પર સ્પીડમાં કાર ચલાવતો હતો અને અંતે તેણે ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ એક જ સેકન્ડમાં લઈ લીધો.
કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું આવ્યું સામે
પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે એકત્ર કરેલ પુરાવાઓમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ