બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Politics / Now CM Kejriwal has made a big move in this state, made 5 big futures, announced 300 units of free electricity

મોટી જાહેરાત / હવે આ રાજ્યમાં CM કેજરીવાલે ખેલ્યો મોટો દાવ, કર્યાં 5 મોટા વાયદા, 300 યુનિટ મફત વીજળીની જાહેરાત

Hiralal

Last Updated: 03:50 PM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ, યુપી, ગુજરાત અને હવે ઉત્તરાખંડમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

  •  પંજાબ, યુપી, ગુજરાત અને હવે ઉત્તરાખંડની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી
  • દહેરાદુનમાં કેજરીવાલે દરેક પરિવારને 300 વીજળી મફત આપવાની જાહેરાત કરી
  • સીએમ કેજરીવાલે વીજળી પર આપી 5 મોટી ખાતરી 

રવિવારે રાજધાની દહેરાદુન પહોંચેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું કે જુના બીલ માફ કરી દેવામાં આવશે. વીજ કાપ પણ નહીં મૂકાય. રાજ્યના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. 24 કલાક વીજળી સપ્લાયમાં થોડો સમય લાગશે પરંતુ અમે આ કામ પણ કરીશું.

ઉત્તરાખંડના લોકોને કેજરીવાલે વીજળી પર આપી 5  મોટી ખાતરી 
- ઉત્તરાખંડના દરેક પરિવારનરે 300 યુનિટ સુધી વીજળી મફત
- જુના બીલ માફ કરી દેવામાં આવશે.
- વીજ કાપ પણ નહીં મૂકાય.
- ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. 
- 24 કલાક વીજળી સપ્લાય મળી રહે તેવો પ્રયાસ પણ કરાશે 

ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ 2000 થી ઉત્તરાખંડને લૂંટતા આવી છે-કેજરીવાલ 

ઉત્તરાખંડની મુખ્ય બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધતા કેજરીવાલે જણાવ્યું કે ભગવાને ઉત્તરાખંડને બધુ આપ્યું છે પરંતુ ઉત્તરાખંડના નેતાઓ અને પાર્ટીઓએ તેને બર્બાદ કરવામાં પાછીપાની કરી નથી. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ 2000 થી ઉત્તરાખંડના લોકોને લૂંટવા લાગ્યાં છે. તેમને રાજ્યના લોકોની ચિંતા નથી તેમને ફક્ત સત્તામાં રસ છે. કેજરીવાલે કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે જો અહીં AAP ની સરકાર બનશે તો સારી સ્કૂલો બનાવાશે. વીજળી અને ખેડૂતોના મુદ્દે પણ કામ કરવામાં આવશે. 

ઉત્તરાખંડમાં ભાજપની પાસે સીએમ જ નથી 

કેજરીવાલે કહ્યું કે ભાજપની પાસે સીએમ જ નહીં, પાર્ટી ખુદ કહે છે. ભાજપમાં સીએમની લડાઈ ચાલી રહી છે. તો વિપક્ષ કોંગ્રેસની પાસે નેતા નથી. તેઓ દિલ્હીના ધક્કા મારી રહ્યાં છે. તેથી રાજ્યના વિકાસ અંગે કોણ વિચારશે. 

અમે ચૂંટણી માટે કામ કરી રહ્યાં નથી-સીએમ પુષ્કર સિંહ ધામી 

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે ચૂંટણી જીતવાનો કેજરીવાલનો એજન્ડો હોઈ શકે પરંતુ અમારો એજન્ડા રાજ્યના લોકોને સૌથી સારુ આપવાનો છે. અમે ચૂંટણી માટે કામ કરી રહ્યાં નથી. અમારી સામે સૌથી મોટો પડકાર વિકાસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ