બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Notice to former minister Arvind Raiyani and colleagues CR Patil disciplinary notice

વ્હિપનું ઉલ્લંઘન / ભાજપમાં આંતરિક ડખો: પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અને સાથીઓને નોટિસ સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ, જાણો મામલો

Vishal Khamar

Last Updated: 07:54 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આંતરિક લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે.  ત્યારે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેનાં સાથીઓને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શિસ્તભંગની નોટીસ ફટકારી છે.

  • ભાજપમાં આંતરિક લડાઈ ચરમસીમાએ 
  • અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને નોટિસ 
  • 7 દિવસમાં જવાબ આપવા કરાયો આદેશ 
  • સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી વખતે વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતા જીલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે કડક પગલા લેવાય તેવી શક્યતાઓ છે.

અરવિંદ રૈયાણી

લોધિકા સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રીએ અલગ જૂથ બનાવી પાર્ટીનાં આદેશનું ઉલ્લંઘન કર્યું
તાજેતરમાં જ રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને  નીતિન ઢાંકેચા સહિતનાં નેતાઓએ અલગ જૂથ બનાવી પાર્ટીનાં આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે 2 મે નાં રોજ લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને સંઘનાં પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરાયા હતા.
પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા પ્રદેશ પ્રમુખે કારણ દર્શક નોટીસ ફટકારી
પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમજ તેમનાં સાથીદારો દ્વારા કરવામાં આવેલ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિનાં કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જે બાદ પ્રદેશ પ્રમુખ બે દિવસ પૂર્વ અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત, મનસુખ સરધારા, ભીમજી કલોલા, કાનજી ખાપરા, નરેન્દ્ર ભુવા અને અરજણ રૈયાણીને કારણદર્શક નોટીસ આપી હતી.

વિધાનસભા ચૂંટણી વખતે પક્ષ વિરોધી કામગીરી કરતા કાર્યકરોમાં અસંતોષ
તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટિકિટ કપાયા બાદ જીલ્લા અને સહકારી રાજકારણમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ વિરોધી કામગીરી કરતા પક્ષમાં તેમની આ કામગીરીથી કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ