બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Not the elderly, now the young are getting brainstroke, this mistake is the biggest reason, shocking data from AIIMS

હેલ્થ / વૃદ્ધો નહીં, હવે યુવાનોને થઈ રહ્યો છે બ્રેનસ્ટ્રોક, આ ભૂલ છે સૌથી મોટું કારણ, AIIMSનો ચોંકાવનારો ડેટા

Megha

Last Updated: 12:22 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ સ્ટ્રોક, સાયલન્ટ સ્ટ્રોક, હાર્ટ એટેકથી વૃદ્ધોને ઘણી તકલીફ થતી હતી. પરંતુ હાલમાં જ AIIMS એ એક ડેટા શેર કર્યો છે જે મુજબ આ તમામ બીમારીઓ હવે વૃદ્ધો કરતા યુવાનોને વધુ પરેશાન કરી રહી છે.

  • સ્ટ્રોક ધીમે ધીમે યુવાનોને તેનો શિકાર બનાવી રહ્યો છે. 
  • 20 વર્ષથી ઓછી ઉંમરના દર 100 દર્દીઓમાંથી 2ને સ્ટ્રોક આવ્યો. 
  • 260 દર્દીઓમાંથી 65 ટકામાં હાઈ બ્લડ પ્રેશર જોવા મળ્યું હતું.

સ્ટ્રોક જે પહેલા વૃદ્ધોનો રોગ ગણાતો હતો તે હવે ધીમે ધીમે યુવાનોને તેનો શિકાર બનાવી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, AIIMSના ન્યુરોલોજી વિભાગમાં દાખલ 20 વર્ષથી ઓછી ઉંમરના દર 100 દર્દીઓમાંથી બેને સ્ટ્રોક આવ્યો છે.છેલ્લા એક વર્ષમાં છ સગીર દર્દીઓને સ્ટ્રોકના કારણે દાખલ કરવામાં આવ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. 

ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરઃ કોરોના હવે કરી રહ્યો છે માણસોના મગજ પર અસર, જો આ  લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો ઈગ્નોર | headache brain fog paralysis mirgi  strokes ...

ડૉક્ટર્સનું કહેવું છે કે આ દર્દીઓમાં મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર હતું, જે સામાન્ય રીતે કોઈપણ ચેતવણી વિના થાય છે. 21 થી 45 વર્ષની વયના યુવાન વયસ્કોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં એક વર્ષમાં 300 દર્દીઓમાંથી 77 દર્દીઓને સ્ટ્રોકના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર AIIMSના પ્રોફેસરે જણાવ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર, AIIMSમાં પહેલીવાર સ્ટ્રોકના દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશરના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં કુલ 260 દર્દીઓમાંથી 65 ટકામાં હાઈ બ્લડ પ્રેશર જોવા મળ્યું હતું. સાથે જ એમનું કહેવું છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધુમ્રપાન અને બેઠાડુ જીવનશૈલી જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને 85 ટકા સ્ટ્રોકને રોકી શકાય છે.

સ્ટ્રોક માટે જોખમી પરિબળો વિશે વાત કરતાં એમને કહ્યું કે જેમ કે હૃદયની સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂનું સેવન અને શારીરિક રીતે સક્રિય ન રહેવા પર ભાર મૂકવામાં આવે છે, જે સ્ટ્રોકના 50 ટકાથી વધુ કેસ માટે જવાબદાર છે. જો કે, કેટલાક બિન-પરંપરાગત જોખમી પરિબળો જેમ કે સ્ટ્રેસ, ડ્રગ્સનો દુરુપયોગ, ઊંઘનો અભાવ અને ડિપ્રેશન લગભગ 40 થી 50 ટકા કિસ્સાઓમાં સ્ટ્રોકનું કારણ બને છે. આ સિવાય ગરદનમાં ધક્કો લાગવો, ગરદન અચાનક વળી જવી, જીમમાં રિવર્સ નેક એક્સરસાઇઝને કારણે પણ સ્ટ્રોકના નવા કેસ નોંધાઈ રહ્યા છે.

વધુ વાંચો: મોટાપાને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાય, રોજ રાત્રે સૂતા પહેલાં બસ આટલું કરો, મળશે રિઝલ્ટ

સ્ટ્રોકથી બચવા વિશે વાત કરતાં એમને કહ્યું એક બ્લડ પ્રેશરને નિયમિતપણે મોનિટર કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ આદત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે. સાથે જ સ્મોકીંગ એટલે કે ધુમ્રપાન ન કરવું જોઇએ. સ્ટ્રોક આવવા પાછળ તે સૌથી વધુ જવાબદાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ