બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / not rose but Condoms Sale Increases in Valentine Day

ગજબ / શું તમે જાણો છો કે વેલેન્ટાઇન-ડે પર સૌથી વધુ વેચાણ ગુલાબનું નહીં, પરંતુ આ વસ્તુનું થયું, તોડ્યા તમામ રેકોર્ડ

Arohi

Last Updated: 12:46 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valentine વિક પર આ વખતે ફૂલોથી વધારે વેચાણ કોન્ડમનું થયું છે. ઓનલાઈન સામાન ડિલિવરી કરનાર કંપની Blinkitના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ ટ્વીટ કરીને એક રિપોર્ટ પણ શેર કર્યું છે.

  • વેલેન્ટાઈન વીક પર આ વખતે ફૂલથી વધારે કોન્ડોમનું વેચાણ 
  • Blinkitના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ ટ્વીટ કરીને શેર કર્યો રિપોર્ટ 
  • પર્સનલ લુબ્રિકેટના વેચાણમાં 61 ટકાનો ઉછાળ જોવા મળ્યો 

વેલેન્ટાઈન ડે પર ફૂલોનું ખૂબ જ વેચાણ થાય છે. આ દિવસે સામાન્ય દિવસો કરતા ફૂલ પણ ખૂબ જ મોંઘા વેચાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે વેલેન્ટાઈન ડેના અવસર પર ફૂલોથી વધારે વેચાણ કોન્ડોમનું થયું છે. 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલતા વેલેન્ટાઈન વીકમાં કોન્ડોમનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. 

અત્યાર સુધી વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસના હિસાબથી પ્રેમી જોડીઓ એક બીજાને ગિફ્ટ આપતા હતા. તેમાં ટેડી ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે અને વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવતું હતું. વેલેન્ટાઈન વીકમાં અત્યાર સુધી ફૂલોનું ખૂબ જ વેચાણ થતું હતું. દુકાનદાર પણ વેલેન્ટાઈન વીક શરૂ થતા પહેલા ગિફ્ટ અને ફૂલોની ઘણી બધી વેરાઈટી લઈને આવે છે. 

વેલેન્ટાઈન વીકમાં ગિફ્ટ કાર્ડ પણ ખૂબ જ વેચાય છે. પરંતુ આ વખતે આ બધાનું વેચાણ પાછળ રહી ગયું છે અને કોન્ડોમનું વેચાણ સૌથી વધારે થયું છે. કોન્ડોમના વેચાણનો આંકડો જોઈને તમારા હોંશ ઉડી જશે. 

ઓનલાઈન ખૂબ થયું કોન્ડોમનું વેચાણ 
ઓનલાઈન સામાન ડિલિવર કરનાર કંપની Blinkitના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ જણાવ્યા અનુસાર, વેલેન્ટાઈન ડે પર કોન્ડોર અને મીણબત્તી બન્નેનું વેચાણ ખૂબ થયું છે. બાકી પ્રોડક્ટમાં પુરૂષો માટે ડિઓડન્ટ્સ, મહિલાઓ માટે પરફ્યૂમ, એક ગુલાબ, બુકે અને ચોકલેટનો પણ સમાવેશ થાય છે. 

તેમણે ટ્વીટર પર એનાલિટિક્સ પર અમુક રિપોર્ટ પણ શેર કર્યા છે. એક રિપોર્ટ અનુસાર બ્લિંકિટે 10,000થી લધારે ગુલાબ વેચ્યા અને 10 વાગ્યા સુધી 1,200 બુકેની ડિલિવરી કરી હતી. 

વેલેન્ટાઈન ડે પર કોન્ડોમનું રેકોર્ડ બ્રેક વેચાણ 
સુપરમાર્કેટ ચલાવનાર કંપની Foodstuffsના નોર્થ આઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં 330 સ્ટોર અને 24 હજાર ફૂડી સ્ટોલ છે. Foodstuffsના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે આખા વેલેન્ટાઈન વીક વખતે ફૂલ અને ગિફ્ટથી વધારે કોન્ડોમની ડિમાન્ડ રહી છે. 

તેની સાથે જ પર્સનલ લુબ્રિકેન્ટના વેચાણમાં 61 ટકાનો ઉછાણ જોવા મળ્યો છે. ગયા વર્ષે એટલે કે 2022ની તુલનામાં વેલેન્ટાઈન વીક વખતે 22 ટકા કોન્ડોમનું વેચાણ થયું છે. 'યુએસ નેશનલ રિટેલ ફેડરેશન' અનુસાર વેલેન્ટાઈન ડેને લઈને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે.  

હેલ્થ અને યૌન સંબંધોના કારણે થતી બિમારીઓને લઈને જાગરૂકતા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ International Condom Day પણ ઉજવવામાં આવે છે. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદવામાં આવે છે.

પશ્ચિમી દેશોમાં તો કોન્ડોમ બનાતી કંપનીઓ તેના માટે તૈયારીઓ કરે છે. વેલેન્ટાઈન ડે પહેલા આ પ્રકારના ઓફર પણ માર્કેટમાં આવવા લાગે છે જેથી તેમની સેલ સારી થઈ શકે. રિપોર્ટ અનુસાર 14 ફેબ્રુઆરીએ ખૂબ કોન્ડોમનું વેચાણ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ