બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Not Possible! Medical check-up of 14 Gajrajs before Rath Yatra, Poojan, Sampan and preparations for Rathpoojan started.

ઐતિહાસિક રથયાત્રા / ના હોય! રથયાત્રા પૂર્વે 14 ગજરાજોનું કરાયું મેડિકલ ચેકઅપ, પૂજન, સંપન્ન અને રથપૂજનની તૈયારીઓ શરૂ

Vishal Khamar

Last Updated: 06:17 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવતીકાલે નીકળાનારી તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે રથયાત્રામાં સૌ પ્રથમ 14 ગજરાજ હશે. ત્યારે ચાર ર્ડાક્ટરોની ટીમ દ્વારા તમામ ગજરાજોનું મેડીકલ ચેકઅપ હાથ ધરાયું હતું.

  • રથયાત્રામાં જોડાનાર ગજરાજોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
  • પશુપાલન વિભાગ, વન વિભાગ અને ઝૂ ઓથોરિટીના ડોક્ટરોએ કર્યું ચેકએપ
  • મેડિકલ ચેકપનો રિપોર્ટ બાદ ગજરાજને રથયાત્રા મળે છે પરમીશન

 આપણા અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા નીકળશે. દર વર્ષે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં શણગારાયેલા ગજરાજ પણ જોડાતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આ ગજરાજનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. અત્યાર સુધી રથયાત્રામાં આવો કોઈ બનાવ બન્યો નથી. પશુપાલન વિભાગ, વન વિભાગ અને ઝૂ ઓથોરિટીના ડોક્ટરોએ તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. મેડિકલ ચેકઅપના રિપોર્ટ બાદ તેમને રથયાત્રા માટે મંજૂરી મળે છે. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં છે. રથયાત્રા પૂર્વે ચાર ટીમ દ્વારા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કુલ ૧૪ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.

15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફર્યા
આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પહેલા ગતરોજ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. 15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફરતા જમાલપુર નિજ મંદિરે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું
અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી તેવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મોટા ઉત્સવ સમાનના રથયાત્રાને લઈને ધર્મપ્રેમી લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાને લઈ પોલીસના વિવિધ રિહર્સલ યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું છે.  

'આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે ઉજવાશે'
ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે. 

રથયાત્રાના બંદોબસ્તમાં 26 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાથ
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 26000થી વધુ સુરક્ષા જવાનો જોડાશે તેમજ 11 IG કક્ષાના, 50 SP, 100 DYSP અને 300 પોલીસ જવાનો સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. તેમણે જણાવ્યું કે, રથયાત્રા પહેલાની આ 'સલામતી યાત્રા' ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બનશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ