બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Not only the leaders, our Gujarati voters are no less! See how to vote

ગુજ'રાજ' 2022 / નેતાઓ જ નહીં, આપણાં ગુજરાતી મતદારો પણ કોઈનાથી ઓછા નથી! વોટિંગ કરવા જુઓ કઈ રીતે પહોંચ્યા

Priyakant

Last Updated: 02:06 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી, નેતાઓની સાથે સાથે સામાન્ય વ્યક્તિ પણ અનોખી રીતે મતદાન મથકે પહોંચ્યા

  • લોકશાહીનો પર્વ ઉજવવા ખેડૂતો-યુવાનોમાં થનગનાટ
  • અમરેલી-સાવરકુંડલામાં ખેડૂત બળદગાડામાં બેસીને મત આપવા પહોંચ્યા
  • સુરતમાં ત્રણ યુવાનો મતદાન કરવા ઘોડા પર પહોંચ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. તેવામાં આજે મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને  મતદાન કરવા અપીલ કરી હતી. આજે નેતાઓની સાથે સાથે સામાન્ય વ્યક્તિ પણ અનોખી રીતે મતદાન મથકે પહોંચ્યા હતા. આજે અમરેલી-સાવરકુંડલાના આંબરડી ખાતે ખેડૂતો બળદ ગાડામાં મતદાન કરવા નીકળ્યા હતા. આ સાથે સુરતના કતારગામ બેઠક પર ત્રણ યુવાનો ઘોડા પર સવાર થી મતદાન મથકે પહોચ્યા હતા. 

બળદ ગાડામાં મતદાન કરવા પહોંચ્યા ખેડૂત 

લોકશાહીના પર્વને ઉજવવામાં ખેડૂતોમાં થનગનાટ જોવા મળ્યો છે. અમરેલી-સાવરકુંડલાના આંબરડી ખાતે આજે ખેડૂતો બળદ ગાડામાં મતદાન કરવા નીકળ્યા હતા બળદ ગાડામાં ખેડૂતો જય જવાન જય કિસાન ના નારા ઓ નાખતા મતદાન મથકે પહોંચ્યા હતા. વિગતો મુજબ ખેડૂત નેતા મહેશ ચોડવડીયા સહપરિવાર બળદ ગાડામાં મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં મતદાન મથકની બહાર બળદ ગાડું છોડીને ખેડૂતો મતદાન કરવા પહોંચ્યા હતા. 

સુરતમાં ત્રણ યુવાનો ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા 

સુરતના કતારગામ બેઠક પર યુવા મતદારો અલગ અંદાજ મતદાન કરવા પહોંચ્યા છે. જેમાં ત્રણ યુવાનો ઘોડા પર સવાર થી મતદાન મથકે પહોંચ્યા હતા. યુવાનોએ કહ્યું હતું કે, મતદારોમાં મતદાન જાગૃત્તિ માટે નવો પ્રયોગ કર્યો છે. આ સાથે યુવાઓએ કહ્યું હતું કે,  મતદાર રાજા છે અને અશ્વ સવારી કરીને રાજાની જેમ મતદાન કરવા આવ્યા છીએ. મહત્વનું છે કે, ઘોડા પર સવારથી આવેલા જોઈ લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.  

આ સાથે આજે મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને  મતદાન કરવા અપીલ કરી હતી. જેમાં નવસારીમાં લગ્ન કર્યા પહેલાં પીઠી લગાવીને યુવકે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે  સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર બેસીને મત આપવા આવ્યાં હતા. સાયકલ પર બેનર લગાવી મતદાન કરવા લોકોને અપીલ કરી. 

આ તરફ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો બાટલો મુકી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આ સાથે દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે ગોંડલમાં એક વૃદ્ધા પોલીસ સહાયતાથી મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વૃદ્ધાએ મતાધિકારનો ઉપયોગ કરી અન્યને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ