ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / કોઈ ફેન્સી સ્કિન કેરની જરૂર નહીં, તો પણ ચેહરો કરશે ગ્લો

બ્યુટી ટિપ્સ / કોઈ ફેન્સી સ્કિન કેરની જરૂર નહીં, તો પણ ચેહરો કરશે ગ્લો

Published By: Nirav Kumar

Last Updated: 12:08 AM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને સ્કિન રીલેટેડ પ્રોબ્લેમ હોય તો તમારે ફેન્સી સ્કિનકેર રૂટિનનું પાલન કરવાની જરૂર નથી અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. તમે અહીંયા જણાવેલ ટીપ્સને ફોલો કરીને ચમકતી સ્કિન મેળવી શકો છો.

ADVERTISEMENT

અનેક લોકો સ્કિનની સમસ્યાઓના લીધે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આજકાલ, લોકો ફાસ્ટ રિઝલ્ટ માટે ફેન્સી સ્કિનકેર રૂટિનનું પાલન કરવાનું શરૂ કરે છે. તેનાથી ખુબ પૈસા ખર્ચ થાય છે પરંતુ રિઝલ્ટ મળતું નથી. તમારી ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવા માટે યોગ્ય રીતે પોષણ આપવું જરૂરી છે. સીરમ અને રેટિનોલ જેવા મોંઘી પ્રોડક્ટ ખરીદવાને બદલે બેઝિક સ્કિનકેર રૂટિન અપનાવવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. તો ચાલો જાણીએ ફેન્સી સ્કિનકેર વગર પણ ચમકતી ત્વચા કેવી રીતે રાખવી.

  • પૂરતી ઊંઘ લો

હેલ્થી સ્કિન જાળવવા માટે યોગ્ય સમયે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આ તમારી ત્વચાને પોતાને સુધારવા માટે સમય આપે છે અને સ્ટ્રેસ-સંબંધિત ત્વચાને નુકસાન અટકાવે છે. જેમાં યોગ્ય ઊંઘનો અભાવ તમારી આંખો નીચે સોજો અને ડાર્ક સર્કલ કરી શકે છે જેનાથી ચહેરા પર વૃદ્ધત્વ બતાવે છે.

  • સ્ટેપ ફોર્મ્યુલા લાગુ કરો

તમારી લાઈસ્ટાઈલમાં તમારે બેઝિક ત્રણ-પગલાની સ્કિનકેર રૂટિનનું પાલન કરવું જોઈએ. જેમાંક્લીંઝર, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો સમાવેશ થાય છે. સવારે અને સાંજે આ ત્રણ પગલાંનું પાલન કરવાનું ભૂલશો નહીં. રાત્રે તમે તમારા ચહેરાને ધોઈને અને પછી દિવસભર તમારી ત્વચા પર જમા થયેલી ગંદકી, મેકઅપ અને પ્રદૂષણના કણોને દૂર કરવા માટે ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો.

VTV DIGITAL
  • તાજા ફળો અને શાકભાજી

તમારી ત્વચા જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે પણ તમારા આહારમાં સુધારો કરવો જરૂરી છે. આથી તમારા આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી શરીરને પ્રોટીન, વિટામિન અને ખનિજોની યોગ્ય માત્રા મળશે અને તમારી ત્વચા નેચરલી ચમકશે. જેમાં વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ. આ સિવાય સવારે કેટલાક બદામ અને ડ્રાય ફ્રુટ પલાળીને ખાઓ. આ તમારી ત્વચામાં કોલેજન વધારવામાં પણ મદદરૂપ છે.

  • પૂરતું પાણી પીઓ

તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું પૂરતું નથી. એના માટે તમારે પુષ્કળ પાણી પણ પીવું જોઈએ. આ સિવાય તમે ડિટોક્સ પીણાંનું સેવન કરી શકો છો જે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ લીવર, કિડની અને પાચનને ફાયદો કરે છે અને ત્વચાને પણ ચમકતી બનાવે છે.

વધુ વાંચો : આખો દિવસ ACમાં રહેવાથી સ્કિન થઇ રહી છે ડ્રાઇ? અપનાવો આ ટિપ્સ જે જાળવી રાખશે ગ્લો

  • આ દેશી ફેસ પેક દરરોજ લગાવો

અનેક સ્કિન કેર પ્રોડક્ટ ખરીદવાને બદલે તેને પરંપરાગત રીતે કેર કરો. એના માટે જુના જમાનાથી ઉપયોગમાં લેવાતા દેશી ફેસ પેકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. જો તમે આ ફેસ પેકનો દરરોજ ઉપયોગ કરવા માંગતા હોવ તો દહીંમાં હળદર મિક્સ કરો અને તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ બાદ તમારા ચહેરાને સાફ કરો. અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ ફેસ પેકમાં થોડો ચણાનો લોટ ઉમેરો. 15 મિનિટ બાદ તમારા હાથને હળવા હાથે ભીના કરો અને ગોળાકાર ગતિમાં માલિશ કરીને પેકને ધોઈ નાખો. તેનાથી ડેડ સ્કિન દૂર થશે. હળદર ત્વચાને ચમકદાર બનાવે છે અને ટેનિંગ દૂર કરે છે. દહીં ત્વચાને સાફ અને નરમ બનાવે છે તો ચણાનો લોટ સ્ક્રબ તરીકે કામ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skin Problems Dark Circles Skincare

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ