બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / No constitution for us 'Quran' great, see what the mastermind of Ahmedabad blast case said after death sentence

અમદાવાદ બ્લાસ્ટ કેસ / અમારા માટે સંવિધાન નહીં 'કુરાન' મહાન, અમદાવાદ બ્લાસ્ટ કેસનાં માસ્ટર માઇન્ડે ફાંસીની સજા પછી શું કહ્યું જુઓ

ParthB

Last Updated: 09:12 AM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાંસીની સજાના સમાચાર સાંભળ્યા બાદ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી નાગોરી ચિંતા મુક્ત દેખાતો હતો.

  • અમે ફક્ત કુરાનના નિર્ણયોને જ માની છીએ.-નાગોરી 
  • નાગોરી ભોપાલ સેન્ટ્રલ જેલના અધિકારીઓને ધમકીઓ આપતો હતો 
  • નાગોરી 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે  

અમે બંઘારણના નહીં ફક્ત કુરાનના જ નિર્ણયો માની છીએ

અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ કેસનો 14 વર્ષની લાંબી લડત બાદ ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમ વખત 38 દોષિતોને એક સાથે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તે પૈકી સ્ટુડેન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયાના 6 આંતકવાદીઓ ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ પૈકી અમદાવાદ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે.  શુક્રવારે અમદાવાદની સ્પેશીયલ કોર્ટે જ્યારે 38 દોષિતોને ફાંસીની સજાના સમાચાર સંભળાવ્યા ત્યારે ફાંસીની સજાના સમાચાર સાંભળ્યા બાદ નાગોરી  ચિંતા મુક્ત દેખાતો હતો. તેણે જેલના અધિકારીને જણાવ્યું હતું કે, બંધારણ અમારા માટે કોઈ જ મહત્વ ધરાવતું નથી, અમે ફક્ત કુરાનના નિર્ણયોને જ માની છીએ.

નાગોરી ભોપાલ સેન્ટ્રલ જેલના અધિકારીઓને ધમકીઓ આપતો હતો 
 
જેલના અધિકારીએ જણાવ્યું હતું કે ભોપાલની સેન્ટ્રલ જેલમાં જ્યારે નાગોરીને શિફ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે જેલ અધિકારીઓ-કર્મચારીઓને ખુલ્લેઆમ ધમકી આપતો હતો કે તમારી કોઈ ઓકાત છે કે અમને ઓર્ડર આપો. તે અધિકારીને કહેતો કે અમે દેશભરની જેલો ફરી ચુક્યા છીએ. હું જેલનો કાયાકલ્પ કરી દઈશ. તેણે અનેક વખત ભોપાલની જેલથી અન્ય જેલમાં શિફ્ટ થવા માટે કોર્ટ સમક્ષ પિટીશન પણ કરી ચુક્યો છે. 

નાગોરી 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે  

અમદાવાદ વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ સફદર નાગોરી ઉજ્જૈનના મહિદપુર ગામનો રહેવાસી છે. તેનો પિતા ક્રાઈમ બ્રાંચનો આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતો. વર્ષ 2001માં SIMI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ નાગોરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ઉજ્જૈન મહાકાલ પોલીસ સ્ટેશનમાં નાગોરી સામે 1997માં પ્રથમ કેસ નોંધાયો હતો. તેને 11 ડિસેમ્બર,2000ના રોજ ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.દેશભરમાં નાગોરી સામે 100થી વધારે ગુનાહિત કેસ નોંધાયા છે. વર્ષ 2008માં અમદાવાદમાં જે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા તેનો તે માસ્ટરમાઈન્ડ હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ