બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / No Arrest During 2 Months' Cooling-Off Period After FIR Registration: Allahabad HC

ન્યાયિક / દહેજના આરોપીઓની 2 મહિના સુધી ધરપકડ કે પોલીસ કાર્યવાહી ન થઈ શકે- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 04:08 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપતા એવું જણાવ્યું કે દહેજના આરોપીઓની 2 મહિના સુધી ધરપકડ ન થઈ શકે.

  • દહેજ પજવણી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
  • 2 મહિના સુધી આરોપીઓની ધરપકડ ન થઈ શકે 
  • એફઆઈઆર નોંધાયાના બે મહિના પછી થઈ શકે કાર્યવાહી 

અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે લગ્નના કેસોમાં એફઆઈઆર નોંધાયાના બે મહિનાના "કૂલિંગ પિરિયડ" સુધી આરોપીઓની ધરપકડ અથવા તેમની સામે પોલીસ કાર્યવાહી ન થઈ શકે. 

આ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો 

જસ્ટિસ રાહુલ ચતુર્વેદીએ મુકેશ બંસલ, તેમની પત્ની મંજુ બંસલ અને પુત્ર સાહિબ બંસલ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. જસ્ટિસે કહ્યું કે આ 'કૂલિંગ પીરિયડ' દરમિયાન, આ મામલો તાત્કાલિક પરિવાર કલ્યાણ સમિતિને મોકલવામાં આવશે અને ફક્ત તે જ કેસોને આ સમિતિને મોકલવામાં આવશે જેમાં કલમ 498 એ (દહેજ માટે પજવણી) અને આઈપીસીની અન્ય આવી કલમો લાગુ કરવામાં આવી છે જ્યાં 10 વર્ષથી ઓછી જેલની સજા છે, પરંતુ મહિલાને કોઈ ઈજા થઈ નથી.

આરોપો હટાવવાની અરજી કોર્ટે સ્વીકારી 

કોર્ટે સોમવારે પોતાના ચુકાદામાં સાસુ મંજૂ અને સસરા મુકેશ પર લાગેલા આરોપોને હટાવવાની અરજી સ્વીકારી હતી, પરંતુ તેમના પતિ સાહેબ બંસલની અરજીને ફગાવી દીધી હતી અને સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, "જ્યારે સંબંધિત પક્ષો વચ્ચે કોઈ સમજૂતી થાય છે, ત્યારે જિલ્લા અને સેશન્સ જજ અને જિલ્લામાં તેમના દ્વારા નિયુક્ત અન્ય વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ પાસે ફોજદારી કેસને સમાપ્ત કરવા સહિતના કેસને સમાપ્ત કરવાનો વિકલ્પ હશે.

શહેરોમાં લીવ ઈન રિલેશનશીપ લગ્નોનું સ્થાન લઈ રહ્યાં છે- હાઈકોર્ટ 
કોર્ટે કહ્યું, "સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે દરેક વૈવાહિક કેસ અનેકગણો વધી જાય છે જેમાં પતિ અને તેના પરિવારના તમામ સભ્યો સામે દહેજ ઉત્પીડનના ગંભીર આરોપો લગાવવામાં આવે છે. આજકાલ તે મોટા પાયે ચાલી રહ્યું છે, જે આપણા સામાજિક તાણાવાણાને ખરાબ રીતે અસર કરી રહ્યું છે. કોર્ટે કહ્યું, મહાનગરોમાં લિવ-ઇન-રિલેશનશિપ આપણા પરંપરાગત લગ્નોનું સ્થાન લઈ રહ્યા છે. વાસ્તવમાં આ કપલ કાયદાકીય ગુંચવણમાં ન પડે તે માટે તેનો સહારો લઈ રહ્યું છે. જો આઈપીસીની કલમ 498-એનો આ જ રીતે દુરુપયોગ થતો રહેશે તો આપણી વર્ષો જૂની લગ્ન પ્રણાલી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ