બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / nirbhaya gang rape case hanging of convicts on 1 february may be postponed says source

નિર્ભયા કેસ / ટળી શકે છે 1 ફેબ્રુઆરીએ થનારી ફાંસી, દોષિત વિનયે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરી દયા અરજી

Mehul

Last Updated: 10:15 PM, 29 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં 2012માં થયેલા નિર્ભયા ગેન્ગરેપ મામલામાં (Nirbhaya Gang Rape Case) સૂત્રોનું કહેવું છે કે, દોષિતોની ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરીથી આગળ વધી શકે છે. અક્ષયની પાસે ભૂલ સુધાર અરજી ઉપરાંત દયા અરજીનો પણ વિકલ્પ બાકી છે. તેથી એક ફેબ્રુઆરીએ થવા વાળી ફાંસી ટાળવામાં આવી શકે છે.

  • દોષિતોની ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરીથી આગળ વધી શકે છે : સૂત્ર
  • દોષિત અક્ષયની પાસે ભૂલ સુધાર અરજી ઉપરાંત દયા અરજીનો પણ વિકલ્પ બાકી છે
  • સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની પીઠ દોષિત અક્ષયની સજાની અરજી પર સુનાવણી કરશે

નોંધનીય છે કે, દોષિત અક્ષયે મંગળવારે એક ક્યૂરેટિવ પીટિશન દાખલ કરી, જેની સુનાવણી ગુરુવારે થવાની છે. બતાવાઇ રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની પીઠ, ન્યાયમૂર્તિ એનવી રમનની અધ્યક્ષતામાં ગુરુવારે બપોરે 1 વાગ્યે દોષિત અક્ષય ઠાકુરની સજાની અરજી પર સુનાવણી કરશે. અન્ય એક દોષિત વિનય શર્માએ પણ ભારતના રાષ્ટ્ર્પતિ સમક્ષ દયા અરજી દાખલ કરી છે. 

74થી 75 દિવસ વધુ લાગશે

આ મામલામાં હાલમાં જ નિર્ભયાની માતાના વકીલ જિતેન્દ્ર જ્ઞાએ પણ કહ્યું હતું કે, હાલ મને લાગે છે કે 74થી 75 દિવસ હજુ લાગશે. જસ્ટિસે માન્યું છે કે આ ડિલેની ટેક્ટિસ છે. નવુ ડેથ વોરન્ટ જારી થઇ ગયું છે, પરંતુ કોઇપણ એક જો 31 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યા પહેલા રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરશે તો ફાંસી રોકાઇ જશે. 

તિહાજ જેલમાં યૌન ઉત્પીડન

આ પહેલા દોષિત મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મુકેશનું તિહાડ જેલમાં યૌન ઉત્પીડન થયું છે. મુકેશે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી ફગાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેના પર મંગળવારે સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે, આપને દરેક પગલે પોતાનું મગજ લગાવવું પડે છે. જેલમાં મુકેશની સાથે મારપીટ કરવામાં આવી હતી. 

શું હતી આ આખી ઘટના

નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષની એક પેરામેડિકલ સ્ટૂડન્ટ પોતાના મિત્રની સાથે દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઇને ઘરે પરત ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ત્યાંથી પસાર થઇ રહેલી એક પ્રાઇવેટ બસમાં સવાર થઇ ગયા. આ ચાલુ બસમાં એક સગીર સહિત 6 લોકોએ યુવતી પર બર્બરતાથી મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. 

 

ત્યારબાદ તેઓએ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ખરાબ રીતે ઘાયલ યુવતીને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા માટે એર લિફ્ટ કરી સિંગાપુર લઇ જવામાં આવી હતી. અહીં 29 ડિસેમ્બર 2012માં હોસ્પિટલમાં તેનું મોત થઇ ગયું હતું. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ 'નિર્ભયા' આપવામાં આવ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ