બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Next 3 hours rain forecast in the state

અસર / બિપોરજોય ઈફેક્ટ ગુજરાતમાં શરૂ: આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

Dinesh

Last Updated: 06:52 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે

  • રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા
  • 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.

આગામી 3 કલાક વરસાદની આગાહી
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વલસાડ તેમજ નવસારી, તાપી, ડાંગ, વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે અને 30થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. 

વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે જણાવ્યું કે, 15 જૂને વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. 

12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા  
આવતીકાલે એટલે કે 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. તો 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ