બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Next 24 hours heavy for these states! Winds forecast at 50 km/h

સાયક્લોન 'મોચા' / આગામી 24 કલાક આ રાજ્યો માટે ભારે! 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, તંત્રને એલર્ટ રહેવા આદેશ

Priyakant

Last Updated: 10:27 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Mocha News: હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ

  • ચક્રવાત મોચા ( Cyclone Mocha ) ને લઈ ફરી એકવાર મોટા સમાચાર
  • આ અઠવાડિયે ચક્રવાત મોચા બંગાળ-ઓડિશામાં ત્રાટકે તેવી સંભાવના 
  • પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે 
  • આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનને લઈને એલર્ટ જાહેર 

ચક્રવાત મોચા ( Cyclone Mocha ) ને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે, ચક્રવાત મોચા ( Cyclone Mocha ) આ અઠવાડિયે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાતી પવનોનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલો છે. તેના પ્રભાવ હેઠળ સોમવારે (8 મે) ના રોજ આ પ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.

બંગાળમાં તાત્કાલિક કોઈ ખતરો નથી
હવામાન મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઉત્તર બંગાળના જિલ્લાઓ ચક્રવાતના પ્રભાવ હેઠળ આવવાની કોઈ શક્યતા નથી, કારણ કે જો ચક્રવાત સિસ્ટમ રચાય છે, તો આગામી સપ્તાહના અંત સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠે દક્ષિણ બંગાળને અસર કરી શકે છે.  સોમવારે (8 મે) પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હુગલી, બાંકુરા, બીરભૂમ, પૂર્વા મેદિનીપુર, હાવડા, પૂર્વા અને પશ્ચિમ બર્ધમાન શહેરમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

બંગાળના દાર્જિલિંગ, જલપાઈગુડી, કાલિમપોંગ, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને માલદામાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે. આ તરફ કોલકાતાના તમામ પોલીસ સ્ટેશનોને તોફાન દરમિયાન પાવર કટ થવાના કિસ્સામાં જનરેટર તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર સ્થિત કમાન્ડ સેન્ટરમાં આવેલ કંટ્રોલ રૂમ રવિવારથી કાર્યરત છે.

આંધ્રપ્રદેશમાં 5-3 દિવસનું એલર્ટ
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડશે. કેટલીક જગ્યાએ વીજળી પણ પડી શકે છે.

ઓડિશાના 18 જિલ્લામાં એલર્ટ
IMDની ચેતવણીને કારણે દેશભરના ઘણા રાજ્યો હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાન 'મોચા'ને લઈને ઓડિશાના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. તોફાન અને વીજળી પડવાની ચેતવણી સાથે 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મોચા આંદામાન તરફ જઈ શકે છે
હવામાનશાસ્ત્રીઓના મતે એવું લાગે છે કે, વાવાઝોડું દક્ષિણ આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આંદામાનમાં 8-11 મે વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અને પ્રાદેશિક હવામાન કેન્દ્રો વાવાઝોડાની દિશા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ છે. 

મોકા મ્યાનમાર સાથે ટકરાઈ શકે છે
જો વૈજ્ઞાનિકોનું માનીએ તો એવું લાગે છે કે ચક્રવાત મોકા મ્યાનમારને અસર કરી શકે છે. જો કે, એકવાર નીચા દબાણના વિકાસ પછી તે સંપૂર્ણપણે વિપરીત દિશામાં આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40-50 કિમીથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ