બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / ગુજરાત / અમદાવાદ / New cattle with Ahmedabad license will not apply to the policy

પાછીપાની / અમદાવાદના પશુમાલિકોને હાશકારો.! લાયસન્સવાળી નવી ઢોર પોલિસીનો નહીં થાય અમલ, જુઓ એવી તો શું હતી જોગવાઈઓ

Kishor

Last Updated: 08:53 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રખડતા ઢોર માટેની નવી પોલિસીની અમલવારી માટે હાલ પૂરતી બ્રેક લગાવી દેવામાં આવી છે.

  • અમદાવાદમાં રખડતા ઢોર મામલે મહત્વના સમાચાર 
  • શહેરમાં હાલ ઢોર પોલિસી પર નહી થાય અમલ
  • AMC સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કામ પરત મોકલાયું

અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે.જેથી તંત્રએ પાછીપાની કરી છે.

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals


મ્યુ કમિશનર રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ કરશે ફેરફાર

આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ કામ લાવવામાં આવ્યું અને તે પણ મંજુર કરવાની બદલે પરત મોકલવામાં આવ્યું છે. રખડતા ઢોર માટેની પોલીસી માટેની દરખાસ્ત કમિશનરને પરત મોકલવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને આથી જ આ કામ પરત મોકલવામાં આવ્યું છે. આમ જે રીતે કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસીનું કામ પરત મોકલવામાં આવ્યું છે તે જોતા એવું કહી શકાય કે હજુ પોલિસીના અમલીકરણને લાંબો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમો લાગુ કરાયા હતા.

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી ઢોર પોલીસી જાહેર કરી હતી. જેમાં ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવા જણાવાયું હતું. વધુમાં લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો હતો અને વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવા સહિતના નિયમો બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ