બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Near Panthawada, Kinnar hung from the cab of a truck to demand money
Last Updated: 11:59 PM, 9 April 2023
ADVERTISEMENT
બનાસકાંઠાના પાંથાવાડા નજીક ચાલુ ટ્રક પરથી વ્યંઢળ નીચે પટકાયાની ઘટના બની છે. હાઈવે પર ટ્રક રોકીને વ્યંઢળ પૈસા માગવા ગયો હતો. પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતા વ્યંઢળ દરવાજા પર લટકી ગયો હતો.જો કે આગળ જતા જ વ્યંઢળ નીચે પટકાયો હતો.વ્યઢળના જોખમી રીતે નીચે પટકાતા ચાલકે ટ્રકને બ્રેક લગાવી દેતા આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ ચાલક ત્યાંથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ ગ્રામજનોએ ટ્રકનો પીછો કરીને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. લોકોએ ટ્રક ચાલકને પકડીને પાંથાવાડા પોલીસને હવાલે કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ઘટનાને લઈ તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
પાંથાવાડા નજીક પૈસા માગવા કિન્નર ટ્રકની કેબિને લટકાયો, રસ્તા પર નીચે પટકાતાં જીવ પર આવી બની, ડ્રાઈવર પોલીસ હવાલે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 9, 2023
થોડુંક જ રહી ગયું મોત.!
કિન્નર ટ્રકના ટાયરમાં આવતા રહી ગયો#Accident #vtvgujarati pic.twitter.com/aa4FClB326
મને પેટ્રોલ પંપ પર ગાડીમાંથી નીચે ફેંકી દીધી હતીઃ વ્યંઢળ
આ બાબતે વ્યંઢળે જણાવ્યું હતું કે હું કન્યા શાળા પાસે ગાડી ચાલક દ્વારા તેની ગાડી મારી પર નાંખતા હું સાઈડમાં આવી ગઈ હતી. ત્યારે મેં ગાડીનો પીછો કરી ચોકડી પર આવીને ઉભી રહી હતી. તે વખતે ડ્રાયવર મને ટોમી લઈને મારવા આવ્યો હતો. જે બાદ તેણે મને પેટ્રોલ પંપ પર ગાડીમાંથી નીચે ફેંકી દીધી હતી. જે બાદ હું બીજી રીક્ષામાં ગાડીની પાછળ આવી અને ગામનાં તમામ ભાઈઓએ રોડ ઉપર બાઈક આડું કરી ઉભું રાખી ગાડી ઉભી રખાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.