બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બસ હવે થોડાં જ દિવસો બાકી! પછી ચોમાસું આવ્યું સમજો, IMDએ આપ્યાં ગુડ ન્યૂઝ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / બસ હવે થોડાં જ દિવસો બાકી! પછી ચોમાસું આવ્યું સમજો, IMDએ આપ્યાં ગુડ ન્યૂઝ

Last Updated: 08:49 AM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weather Forecast : હવામાન વિભાગ મુજબ, ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન સમુદ્ર સુધી આગળ વધી ચૂક્યું છે

1/6

photoStories-logo

1. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી થોડા દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ ચોમાસાની ગતિ તેજ બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બંગાળની ખાડી તરફ વધી રહ્યું છે ચોમાસું

હવામાન વિભાગ મુજબ, ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન સમુદ્ર સુધી આગળ વધી ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન તેની વધુ પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જેના કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીથી લોકો ત્રસ્ત

આ તરફ ઉત્તર અને મધ્ય ભારત હાલ ગરમીના ત્રાસથી ઝઝૂમી રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં સૌથી વધુ 47.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં ખાસ ઘટાડો ન થાય તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દિલ્હીમાં વરસાદથી રાહત

દિલ્હી-એનસીઆરમાં થોડાક સમય માટે ધૂળની આંધી અને હળવા વરસાદથી રાહત મળી હતી, પરંતુ હવે ફરી ગરમીનો પ્રકોપ વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 24થી 28 મે દરમિયાન દિલ્હીમાં ફરી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાથી લોકોને ભેજ અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વાવાઝોડા સાથે વરસાદની આગાહી

પૂર્વીય રાજ્યોમાં પણ હવામાન અસ્થિર બનતું જાય છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ વીજળી પડવાની શક્યતા હોવાને કારણે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. આસામ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ ઉપરાંત કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દરિયાઈ હલચલ વધતા માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવે દેશભરના લોકોની નજર ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon 2026 Heatwave Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ