બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / VIDEO : 'એકલી રહીને પૂરો આનંદ લીધો', તાજ મહેલમાં બની અદ્દભુત ઘટના, છોકરીએ શેર કર્યો વીડિયો
Last Updated: 11:00 AM, 10 May 2025
વિશ્વની સાતમી અજાયબીમાંના એક આગ્રામાં આવેલા વિશ્વ વિખ્યાત તાજ મહેલ બન્યો ત્યારથી સદેવ પ્રવાસીઓથી ઉભરાયેલો હોય છે, એવો દિવસ તો કદી પણ નહીં ઉગ્યો હોય કે જ્યારે તાજમહેલમાં કોઈ ન હોય અથવા તો ખાલી એક જ પ્રવાસી આવ્યો હોય પરંતુ હવે એવી ઘટના બની છે.
ADVERTISEMENT
તાજમહેલને એકલી છોકરીએ જોયો
ADVERTISEMENT
બ્રિટનની ટ્રાવેલર ઈન્ફ્લુએન્સર ક્રિસ્ટા જર્મને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે શુક્રવારે તે જ્યારે તાજ મહેલમાં પ્રવેશ પામી ત્યારે ત્યાં કોઈ પ્રવાસી હાજર નહોતું, એટલે તેણે એકલા રહીને તાજ મહેલ જોવાનો પૂરો આનંદ લીધો.
વધુ વાંચો : યુદ્ધ વચ્ચે પાક. આર્મી ચીફ સાથે અમેરિકાએ ડાયરેક્ટ વાત કરી લેતાં હેરાની, ખાનગીમાં આ રંધાયું!
ADVERTISEMENT
તાજ મહેલમાં એકલા રહેવાનો આનંદ ઉઠાવ્યો
ક્રિસ્ટાએ લખ્યું, "જ્યારે સપના ખરેખર સાકાર થાય છે. આ મારા જીવનનો સૌથી જાદુઈ અનુભવ હોવો જોઈએ. સવારે 5 વાગ્યે રાજકુમારીની જેમ તાજમહેલની આસપાસ દોડવું. ફક્ત ઉગતા સૂર્યને જોતા પક્ષીઓના જાગવાનો અવાજ. તાજમહેલનું મેદાન પ્રવાસીઓથી સંપૂર્ણપણે ખાલી છે, કોઈ પણ આત્મા દેખાતો નથી; તે એક સ્વપ્ન જેવું હતું. તાજમહેલમાં પોતાની સિવાય બીજા કોઈ પ્રવાસી નથી તે જાણીને છોકરીના આનંદનો પાર ન રહ્યો અને તેણે ખૂબ શાંતિથી કોઈ પણ જાતના કોલાહલ વગર ધરાઈને તાજ મહેલને જોયો હતો. છોકરીએ આનો એક વીડિયો પણ શેર કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.