બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 11:21 PM, 5 July 2025
શનિવારે જમ્મુના રામબન જિલ્લામાં ચંદ્રકોટ લંગર સ્થળ નજીક પહેલગામ જઈ રહેલા શ્રી અમરનાથજીના કાફલાની ચાર બસો એકબીજા સાથે અથડાઈ જતાં 25 યાત્રાળુઓ ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
આ અકસ્માત ત્યારે થયો જ્યારે અમરનાથ યાત્રાના કાફલામાં એક બસના ડ્રાઇવરે બ્રેક ફેઇલ થવાને કારણે કાબુ ગુમાવ્યો, જેના કારણે કાફલામાં રહેલી અન્ય ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ ગઈ.
25 pilgrims were injured after 4 Amarnath yatra buses collided near Chadrakote on the Jammu-Srinagar highway. The accident happened when one of the buses suffered brake failure, leading to a chain of collisions involving 4 buses.
— Defence News Of INDIA (@DefenceNewsOfIN) July 5, 2025
1/2 pic.twitter.com/gu7dEPTeyU
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં 25 યાત્રાળુઓ ઘાયલ થઈ ગયા. ઘાયલ થયેલા યાત્રાળુઓને સારવાર માટે રામબનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તરત મદદ માટે આવી પહોંચી.
ADVERTISEMENT
રામબન જિલ્લાના વરિષ્ઠ વહીવટી અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલ યાત્રાળુઓની સ્થિતિ વિશે માહિતી લીધી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રેક ફેઇલ થવાને કારણે ચાર વાહનો અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા 25 મુસાફરો ઘાયલ થયા હતા. મોટાભાગના ઘાયલોને નાની ઇજાઓ થઈ છે અને તમામ ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રાળુઓ માટે વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ વાંચો: VIDEO: ATMમાં ઝેડ પ્લસ સિક્યોરિટી! રૂપિયા કરતા AC-CCTVની ચોરીનો વધારે ડર!
ADVERTISEMENT
રામબનના ડેપ્યુટી કમિશનરે કહ્યું છે કે પહેલગામ કાફિલાના છેલ્લા વાહને કંટ્રોલ ગુમાવ્યો અને ચંદરકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનો સાથે અથડાઇ ગયું, જેનાથી 4 વાહનને નુકસાન થયું અને 36 યાત્રીઓને સામાન્ય ઇજા થઈ હતી. ઘાયલોને તરત ડીએચ રામબનમાં લઈ જવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.