બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / National Cinema Day Which Is Supposed To Be Held On September 16 Is Now Moved To September 23.

મનોરંજન / 16 તારીખે 75 રૂપિયામાં નહીં જોવા મળે થિયેટરમાં ફિલ્મ! બ્રહ્માસ્ત્રની કમાણીને કારણે બદલાઈ ગઈ તારીખ, જાણો હવે ક્યારે

Megha

Last Updated: 12:54 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તમામ ફિલ્મો માટે એક દિવસ માટે 75 રૂપિયા ચાર્જ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે ફિલ્મની સફળતા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની તારીખ બદલાઈ 
  • હવે 16 તારીખના નહીં જોવા મળે 75 રૂપિયામાં ફિલ્મ 
  • બ્રહ્માસ્ત્રની સફળતાને કારણે બદલી તારીખ 

થોડા દિવસ પહેલા એક જાહેરાત કરવામાં આવી હતી કે 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસનાં અવસર પર ભારતમાં રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાનો મોકો મળશે. એ દિવસે આખા દેશમા ટીકીટની કિંમત ઘટીને માત્ર 75 રૂપિયા કરી દેવામાં આવશે પણ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' થિયેટરોમાં ખૂબ સારી કમાણી કરી રહી છે. રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તમામ ફિલ્મો માટે એક દિવસ માટે 75 રૂપિયા ચાર્જ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ફિલ્મની સફળતા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીની તારીખ જ બદલી કાઢી 
અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની રીલિઝ પહેલા એવા અહેવાલો હતા કે તે 16 સપ્ટેમ્બરે માત્ર 75 રૂપિયામાં જોવા મળી શકશે પણ ફિલ્મની સફળતા પછી આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી માટે તારીખ બદલવાની જાહેરાત કરી છે. હવે રાષ્ટ્રીય સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરના દિવસે નહીં ઉજવવામાં આવે. 

નિવેદન પાડ્યું બહાર 
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, ' મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MAI) અને દેશના સિનેમાઘરો, રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે, સિનેમા પ્રેમીઓને 75 રૂપિયામાં મૂવી જોવા માટે આવકારે છે. અગાઉ રાષ્ટ્રીય સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવતો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અલગ અલગ સ્ટોક હોલ્ડરની વિનંતી પર અને લોકોની ભાગીદારી વધારવા માટે હવે રાષ્ટ્રીય સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરના બદલે 23મી સપ્ટેમ્બરે યોજાશે." PVR, INOX, Cinepolis, Carnival, Mira, Citipride, Asian, Mukta A2, Movie Time, Wave, M2K અને Delight સહિત 4000 થી વધુ થિયેટરો દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સિનેમા દિવસના પર માત્ર 'બ્રહ્માસ્ત્ર' જ નહીં થિયેટરમાં ચાલતી તમામ ફિલ્મો 75 રૂપિયામાં જોવાનો મોકો મળશે. કોરોના મહામારી પછી થિયેટરો સંપૂર્ણ રીતે ખુલવાની ખુશીમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ