બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:09 PM, 17 May 2023
ADVERTISEMENT
સમગ્ર દુનિયામાં આ વખતે કાળજાળ ગરમી પડી રહી છે અને સાથે જ સંભાવના છે કે આ વખતે વરસાદ પણ ઓછો પડશે. તેનું કારણ છે અલ-નીનો. NASAએ સેંટીનલ-6 માઈકલ ફ્રીલિશ સેટેલાઈટની મદદથી ધરતી પર ગરમ લહેરોને વહેતાં જોયું છે. આ લહેરો આગળ જઈને અલ-નીનો બની જતી દેખાય છે. આ લહેરને કેલ્વિન વેવ્સ કહે છે.
New sea level data indicate early signs of a developing El Niño across the equatorial Pacific Ocean. El Niño is a periodic climate phenomenon that can drastically affect weather patterns around the world.
— NASA 360 (@NASA360) May 16, 2023
“We’ll be watching this El Niño like a hawk.” https://t.co/6jTWp5qAwe pic.twitter.com/NVewFXD2Aq
ADVERTISEMENT
NASAએ અલ-નીનોની લહેરોને કરી કેપ્ચર
નાસાએ અલ-નીનોની ગરમ લહેરોને અંતરિક્ષથી કેપ્ચર કર્યું છે. માર્ચ-એપ્રિલમાં પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણીની એક લહેર દક્ષિણ અમેરિકાનાં પશ્ચિમી કિનારાઓથી પૂર્વ તરફ નિકળી હતી. સેટેલાઈટે 24 એપ્રિલ 2023નાં રોજ આ ફોટો કેપ્ચર કર્યો હતો. આ જ કારણ હતું કે માર્ચ મહિનામાં ઠંડક હતી અને એકાએક એપ્રિલમાં ગરમી શરૂ થઈ ગઈ.
'સમગ્ર દુનિયાને ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે'
સેટેલાઈટમાંથી મળેલા ફોટોઝ અનુસાર કેલ્વિન લહેરો પ્રશાંત મહાસાગરમાં ભારત તરફ આગળ વધી રહી છે. માત્ર ભારત જ નહીં સંપૂર્ણ એશિયામાં 2થી 4 ઈંચ ઊંચી આ લહેરો આવી રહી છે. આ લહેરો હજારો કિલોમીટરમાં ફેલાયેલી હોય છે. સેંટીનલ 6 માઈકલ ફ્રીલિશ સેટેલાઈટ પર કામ કરનારાં વૈજ્ઞાનિક જોશ વિલિસે કહ્યું રે અમે આ અલ-નીનો પર નજર રાખી રહ્યાં છીએ. જો આ લહેર મોટી થાય છે તો સમગ્ર દુનિયાને ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે.
During El Niño, the Pacific Ocean is warmer than usual along the equator, impacting the global climate: https://t.co/vpZxWviJH7
— NASA Climate (@NASAClimate) May 12, 2023
શું છે અલ-નીનો?
અલ-નીનો ENSO ક્લાઈમેટ સાઈકલનો એક ભાગ છે. તે ભૂમધ્ય રેખા પર પૂર્વની દિશામાં ચાલતી ગરમીની હવાઓ લહેરો હોય છે. તે પ્રશાંત મહાસાગરની સપાટીને વધુ ગરમ કરે છે. આ ગરમ પાણી પછી અમેરિકાથી લઈને એશિયા તરફ આગળ વધે છે. જેમ-જેમ ગરમ પાણી આગળ વધે છે તેમ-તેમ ગરમીમાં વધારો થતો જાય છે. 11 મે 2023નાં રોજ NOAAએ કહ્યું હતું કે આ વર્ષે અલ-નીનોનાં આગળ વધવાનાં ચાન્સ 90% છે. સમુદ્રી તાપમાનમાં પણ 1 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. 55% ચાન્સ છે કે વધુ તીવ્ર અલ-નીનો આવે. જેના લીધે તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
#FYI Kelvin waves aren't like beach waves — they’re more like waves that slosh back and forth in a bathtub. They can occur along the equator in the ocean due to the way fluids move on a rotating planet (known as the Coriolis force).
— NASA Climate (@NASAClimate) May 12, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT