બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Narcotics Police Station will be constructed on Sindhubhan Road in Ahmedabad

રજૂઆત / અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ ડામવા પોલીસ કમિશનર એક્શનમાં, ગૃહ વિભાગ સમક્ષ માંગી આ મંજૂરી

Malay

Last Updated: 08:35 AM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારની આસપાસ ડ્રગ્સ લેનાર અને આપનાર માટે બદનામ છે, ત્યારે ડ્રગ્સનું દૂષણ ડામવા માટે પોલીસ કમિશનરે સિંધુભવન રોડ પર નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવા માટે ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગી છે.

  • અમદાવાદના સિંધુભવન રોડ પર બનશે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન
  • પોલીસ કમિશનરે ગૃહ વિભાગ પાસે માંગી મંજૂરી
  • સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દૂષણ ડામવા માંગી મંજૂરી

અત્યાર સુધી પંજાબ રાજ્યને ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું. કેમકે પંજાબમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ સૌથી વધુ થતું હતું. જોકે, થોડા સમયથી ગુજરાતમાં પણ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ડ્રગ્સનો નશો યુવાધનને બરબાદ કરતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ છાશવારે ડ્રગ્સ પેડલર ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સિંધુભવન રોડ પર બનશે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન
અમદાવાદના જાણીતા એસબીઆર એટલે કે સિંધુભવન રોડ પર પોશ વિસ્તારના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની માહિતી ખૂલતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે સિંધુભવન રોડ પર ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનરે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવા માટે મંજૂરી માંગી છે. 

સુરતમાંથી હાઈસોસાયટીમાં વપરાતુ મ્યાઉ મ્યાઉ નામનું કરોડોનું પાર્ટી ડ્રગ્સ  ઝડપાયુ | gujarat dri seizes 7 7 kg mephedrone meow meow drugs 2 arrest

પોલીસ કમિશનરે માંગી મંજૂરી
સિંધુભવન રોડ પર નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવા માટે કમિશનરે ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગી છે. પોલીસ કમિશનરે ત્રણ 3 સ્થળોએ સર્વે કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગ પાસે સિંધુભવન રોડ પર નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવા માટે મંજૂરી માંગી છે. 

સિંધુભવન રોડ પરથી ઝડપાયા હતા બે પેડલર
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા હતા. SOGની ટીમે મૂળ પાલનપુરના રહેવાસી ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા હતા. 

લાખોનો મુદ્દામાલ કર્યો હતો કબજે
તેઓની પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આ બંને પાલનપુરથી ખાસ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા 6 માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ