બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Names of candidates for remaining 4 seats of BJP may be announced

ઈલેક્શન 2022 / BJPની બાકી રહેલ ચાર બેઠક પર સમીકરણ બદલાયા, ચૌધરી-ઠાકોર ચહેરાને મળી શકે છે તક; અમિત શાહ એક્શનમાં

Dinesh

Last Updated: 02:46 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની બાકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે, ખેરાલુ બેઠક પર ચૌધરી અથવા ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવાર હોઈ શકે

  • ભાજપની બાકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર
  • ખેરાલુ અને માણસા બેઠક પર સમિકરણ બદલાયા 
  • અમિત શાહની બેઠક બાદ ઉમેદવારો બાબતે લેવાશે નિર્ણય 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરી રહ્યાં છે. સાથો સાથ શક્તિપ્રદર્શન અને પ્રસાર પ્રચારનો શોર પણ શરૂ કરી દીધો છે. તેમજ રાજકીય પક્ષો કેટલીક બેઠકો ગુચવાઈ છે, કોને ઉમેદવાર જાહેર કરવો તેને લઈ અસમંજનમાં છે. ભાજપમાં ચાર બેઠકોને લઈ કોકડુગુંચવાયું હતું જેને લઈ મહત્વના સમાચાર મળી રહ્યાં છે કે, તે ઉકેલાઈ ગયું છે.

આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. 
 


ભાજપની બાકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર
ભાજપની બાકી ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. બાકી રહેલી ખેરાલુ અને માણસા બેઠક પર સમિકરણ બદલાય તેવી ચર્ચા છે. પાપ્ત માહિતી અનુસાર માણસા બેઠક પર પાટીદાર ચહેરાની પસંદગી થઈ શકે છે. જોકે માણસા બેઠક ઉપર ચૌધરી સમાજના સમિકરણો પર પણ ચર્ચા દોર જામ્યો છે. જો વાત કરવામાં આવે ખેરાલુ બેઠકની તો ત્યાં ચૌધરી અથવા ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવાર પસંદગી થઈ શકે છે. તેમજ માંજલપુર અને ગરબાડા બેઠક પર ઉમેદવાર નક્કી જેવું જે તેવું કહેવાઈ રહ્યું છે. માંજલપુર અને ગરબાડામા સ્થાનિક જ્ઞાતિગત સમિકરણોને પ્રાધાન્ય અપાયું છે. અમિત શાહની કમલમ મુલાકાત બાદ ઉમેદવારો બાબતે નિર્ણય લેવાઈ શકે છે.  અમિત શાહ કમલમ ખાતે આજે બેઠક કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ