બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

VTV / Nagaland, Tripura and Meghalaya election results today

પૂર્વોત્તરનું પરિણામ / ત્રિપુરા-નાગાલેન્ડમાં સતત બીજી વાર કમલ ખીલ્યું: મેઘાલયમાં મમતા દીદીની પાર્ટી બની શકે કિંગમેકર

Malay

Last Updated: 02:41 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો આજે જાહેર થશે.

  • આજે ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામ
  • ત્રિપુરા, મેઘાયલ, નાગાલેન્ડમાં મતગણતરી 
  • 811 ઉમેદવારોની ભવિષ્યનો થશે ફેંસલો

જુઓ કયા રાજ્યમાં કોની સરકાર?

આજે ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં કુલ 180 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે, ત્રિપુરામાં હાલમાં ભાજપના મુખ્યમંત્રી છે, જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકારો છે.

બપોરના 2:40 વાગ્યા સુધીના વલણ

મેઘાલયમાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા
મેઘાલયમાં 13 મતગણતરી કેન્દ્રો છે. તેમાંથી 12 જિલ્લા મુખ્યાલયમાં તો જ્યારે 1 અન્ય સોહરા સબડિવિઝનમાં બનાવવામાં આવ્યું છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૌથી અંદર અને પહેલા લેયર પર CAPF નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત બીજા અને ત્રીજા લેયરની દેખરેખની જવાબદારી રાજ્ય સશસ્ત્ર પોલીસ દળને સોંપવામાં આવી છે. કુલ 383 રાઉન્ડમાં મત ગણતરી થશે. મતગણતરીમાં પ્રથમ 30 મિનિટ સુધી પોસ્ટલ બેલેટથી ગણતરી કરવામાં આવશે.

ત્રિપુરામાં 60 સીટો પર 81 ટકાથી વધારે થયું હતું મતદાન
ત્રિપુરાની 60 વિધાનસભા સીટો પર 16 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી 81.1 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતે કુલ 259 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ગિટ્ટે કિરણકુમાર દિનકારોએ જણાવ્યું હતું કે 3,337 મતદાન મથકો પર મતદાન થયું હતું. આ મતદાન મથકોમાંથી 1,100ની ઓળખ સંવેદનશીલ અને 28ની અતિસંવેદનશીલ તરીકે થઈ હતી.

મેઘાલયમાં 74.32% થયું હતું મતદાન 
મેઘાલયની 60 વિધાનસભા સીટોમાંથી 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. અહીં 21.6 લાખ મતદારો 369 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાંથી 36 મહિલાઓ છે. અહીં 27 ફેબ્રુઆરીએ 74.32% મતદાન થયું હતું. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ.આર ખારકોન્ગોરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 3,419 મતદાન મથકો હતા. તેમાંથી 640 'અસુરક્ષિત' અને 323 'સંવેદનશીલ' શ્રેણીમાં હતા.

નાગાલેન્ડમાં 183 ઉમેદવારો મેદાનમાં
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં 183 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. અહીં 59 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. અહીં 13 લાખથી વધુ મતદારો છે. અહીં 82.42% મતદાન થયું હતું.

LIVE

02:00PM

પૂર્વોત્તરના રાજ્યોમાં આજે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાલમાં ચાલી રહી છે. ત્યારે નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને સ્પ્ષ્ટ બહુમતી મળે તેવું દેખાઇ રહ્યું છે. જ્યારે મેઘાલયમાં NPP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, PM મોદી આજે રાત્રે ભાજપ હેડક્વાર્ટર ખાતે ચૂંટણીના પરિણામો પર સંબોધન કરે તેવી શક્યતા દેખાઇ રહી છે.

01:36PM

નોર્થ ઈસ્ટમાં જે રીતે બીજેપી જીતી રહી છે, તેનું એક કારણ એ છે કે મોદીજીએ એટલું કામ કર્યું છે કે તે લોકો સુધી પહોંચી રહ્યાં છે. જો આપણે ચૂંટણી જીતી રહ્યાં છીએ તો તેનો અર્થ એ છે કે અમે લોકોનો વિશ્વાસ મેળવી રહ્યાં છીએ: કિરન રિજિજુ

12:45 PM
 

12:10 PM
નાગાલેન્ડમાં NDPP, મેઘાલયમાં NPP સૌથી મોટી પાર્ટી

અત્યાર સુધી આવેલા વલણોમાં NDPP (BJP ગઠબંધન)એ નાગાલેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. મેઘાલયમાં NPP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે ત્રિપુરામાં ભાજપ 33 સીટો પર આગળ ચાલી રહ્યું છે. હવે તે બહુમતનો આંકડો પાર કરી ગયું છે.
 

12:00 PM
ત્રિપુરા- વલણોમાં ભાજપ 32, લેફ્ટ+કોંગ્રેસ 16, ટીએમપી 11, અન્ય 1 કુલ 60/60

11:45 AM
નાગાલેન્ડ- વલણોમાં એનડીપીપી+બીજેપી 36, એનપીએફ 3, કોંગ્રેસ 2, અન્ય 19. 

11.18 AM
મેઘાલય - વલણોમાં NPP 25, BJP 7, UDP 6, TMC 06, કોંગ્રેસ 6, અન્ય 9. કુલ 59/60
 

11.10 AM
નાગાલેન્ડ - વલણો NDPP+BJP 35, NPF 5, કોંગ્રેસ 3, અન્ય 17. 59/59 (1 સીટ ભાજપ પહેલેથી જ જીતી ગઈ છે)

11:00 AM
ત્રિપુરામાં ભાજપ સૌથી મોટી પાર્ટી 

ત્રિપુરામાં ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 28 બેઠકો પર આગળ છે, ત્રિપુરા મોથા પાર્ટી 11 બેઠકો પર, કોંગ્રેસ 6 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) 11 બેઠકો પર આગળ છે. હજુ મતગણતરી ચાલુ છે.

10:55 AM
ત્રિપુરામાં ભાજપ 34 સીટો પર આગળ છે

વલણમાં ત્રિપુરામાં ભાજપને 34 સીટો પર લીડ મળી રહી છે. એટલે કે પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ડાબેરીઓ 13, ટીએમપી 12 સીટો પર આગળ છે.
 

10:37 AM
મેઘાલય ચૂંટણી પરિણામો: TMC મળી રહી છે 7 સીટો

મેઘાલયના ચૂંટણી વલણોમાં TMCને સાત બેઠકો જ મળી રહી છે. NPP અહીં સૌથી મોટી પાર્ટી બનતી લાગી રહી છે. NPP અહીં 25 સીટો પર આગળ છે.

10:30 AM
ત્રિપુરા ચૂંટણી પરિણામો: ભાજપ ત્રિપુરામાં ફરી આગળ

ત્રિપુરામાં બીજેપી ગઠબંધનને ફરી ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ 27 સીટો પર આગળ છે. બીજી તરફ ડાબેરી ગઠબંધન 19 બેઠકો પર આગળ છે
 

10:25 AM
નાગાલેન્ડમાં NPFને સૌથી મોટું નુકસાન 

નાગાલેન્ડના અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે NDPP અને BJPના ગઠબંધનને 10 બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે જ્યારે NPFને 21 બેઠકોનું ભારે નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસને અહીં એક સીટનો ફાયદો જોવા મળી રહ્યો છે જ્યારે અન્યને 10 બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે.

10:20 AM
ત્રિપુરા ચૂંટણી પરિણામો: ડાબેરીઓએ ભાજપની ગેમ બગાડી

ત્રિપુરામાં ભાજપની ગેમ ખરાબ થતી જોવા મળી રહી છે. ભાજપ હવે માત્ર 26 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ડાબેરીઓ 20 બેઠકો પર આગળ છે. બીજી તરફ પ્રદ્યોત માણિક્યની ટીપરા મોથા 13 સીટો પર આગળ ચાલી રહી છે.

10:10 AM
ત્રિપુરામાં ઝડપથી બદલાઈ રહ્યું છે ગણિત

ત્રિપુરામાં રાજકીય ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે. શરૂઆતના વલણમાં ભાજપ 40 સીટો પર આગળ હતું. પરંતુ અત્યાર સુધીના વલણોમાં ભાજપ 30 સીટો પર આગળ છે. રાજ્યમાં બહુમત માટે 31 સીટોની જરૂર છે.
 

10:01 AM
મેઘાલય ચૂંટણી પરિણામો: કોંગ્રેસને મોટું નુકસાન

મેઘાલયમાં કોંગ્રેસને મોટું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે ગત ચૂંટણીમાં અહીં 21 બેઠકો જીતી હતી. આજના વલણમાં પાર્ટી 6 સીટો જીતતી જોવા મળી રહી છે.
 

09:45 AM
ત્રિપુરા: ભાજપ 36 સીટો પર આગળ

ત્રિપુરામાં વલણોમાં ભાજપ 36 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે લેફ્ટ 15, ટીએમપી 8, અન્ય 1 બેઠક પર આગળ છે. 
નાગાલેન્ડમાં એનડીપીપી 36 બેઠકો પણ આગળ છે. જ્યારે કોંગ્રેસ 3, એનપીએફ 5 અને અન્ય 13 બેઠક પર આગળ છે. 

09:36 AM
નાગાલેન્ડ ચૂંટણી પરિણામો: ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા
નાગાલેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. અહીં ભાજપ 60માંથી 50 સીટો પર આગળ છે. NPFને અહીં 6 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસ એક પર આગળ છે. અપક્ષ ઉમેદવારોએ ત્રણ પર લીડ બનાવી છે.

09:28 AM
ત્રિપુરા - વલણોમાં ભાજપ 39, ડાબેરી 15, TPR 6, અન્ય 0. કુલ 60/60
નાગાલેન્ડ - વલણોમાં NDPP 49, NPF 6, કોંગ્રેસ 1, અન્ય 3. 59/59 (1 બેઠક ભાજપ પહેલેથી જ જીતી ગઈ છે)
 

09:20 AM
ત્રિપુરાના વલણોમાં ભાજપ બહુમતીની નજીક

ત્રિપુરાના ચૂંટણી વલણોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. હાલ ભાજપ અહીં 29 બેઠકો પર આગળ છે. બીજી તરફ ડાબેરીઓને 18 અને ટીએમપીને 13 બેઠકો મળી રહી છે.
 

09:09 AM
મેઘાલયમાં ટીએમસી આગળ

મેઘાલયના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. TMC અહીં સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. ટીએમસી 20 સીટો પર આગળ છે, જ્યારે એનપીપીની લીડ ઘટીને માત્ર 16 સીટો રહી ગઈ છે. આ સિવાય ભાજપ 12 સીટો પર આગળ છે.
 

09:05 AM
નાગાલેન્ડમાં ભાજપ 51 સીટો પર આગળ

નાગાલેન્ડમાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અહીં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળી રહી છે. ભાજપને 60માંથી 51 સીટો પર લીડ મળી રહી છે. આ સિવાય NPF આઠ સીટ પર અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે.
 

08:54 AM
મેઘાલયમાં શાંતિપૂર્ણ રીતે મતગણતરી ચાલુ

મેઘાલયમાં શાંતિપૂર્ણ રીતે મતગણતરી ચાલી રહી છે. NPP અહીં સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. ટ્રેન્ડમાં NPP 24 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપના ખાતામાં 12 બેઠકો મળતી દેખાઈ રહી છે.

08:50 AM
વલણોમાં ત્રિપુરામાં ભાજપને પ્રચંડ બહુમતી

ત્રિપુરામાં 60માંથી 48 સીટો માટે વલણો આવ્યા છે. ભાજપ 39 બેઠકો પર આગળ છે. જ્યારે ડાબેરીઓ 4, TMP 5 બેઠકો પર આગળ છે.
 

08:43 AM
મેઘાલયના વલણોમાં કોણ આગળ છે?
ભાજપ - 08
કોંગ્રેસ - 06
NPP - 24
TMC - 17
અન્ય- 01

08:41 AM
નાગાલેન્ડના વલણોમાં કોણ આગળ છે?
ભાજપ+ - 40
કોંગ્રેસ - 00
NPF - 07
TMC- 00
અન્ય - 00

08:40 AM
ત્રિપુરાના વલણોમાં કોણ આગળ છે?
ભાજપ+ - 36
કોંગ્રેસ+ - 10
TMP - 12
TMC - 00
અન્ય - 00

08:35 AM
મેઘાલયમાં NPP આગળ

મેઘાલયમાં સીએમ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી 19 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપ 6 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ છે. જ્યારે અન્ય 11 સીટો પર આગળ છે.
 

08:30 AM 
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક સીટ જીતી છે.
 

08:26 AM 
ત્રિપુરા સુંદરી મંદિર પહોંચ્યા મુખ્યમંત્રી માણિક સાહા
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આ પહેલા મુખ્યમંત્રી ડો. માણિક સાહા ત્રિપુરા સુંદરી મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેમની સાથે સંબિત પાત્રા પણ હાજર હતા.
 

08.22AM 
નાગાલેન્ડમાં 60માંથી 32 સીટો માટે વલણ સામે આવ્યા છે. બીજેપીના ગઠબંધનવાળી પાર્ટી એનડીપીપી 27 સીટો પર આગળ છે. બીજી તરફ NPF 2 બેઠકો પર, કોંગ્રેસ 1 પર અને અન્ય 3 બેઠકો પર આગળ છે.

08:15 AM 
કેટલા તબક્કામાં મતગણતરી થશે?
પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. ત્રિપુરામાં છ તબક્કામાં મતગણતરી થવાની છે, જ્યારે મેઘાલયમાં આઠ તબક્કામાં મતગણતરી કરવામાં આવી રહી છે. આ સિવાય નાગાલેન્ડમાં પાંચ તબક્કામાં મતગણતરી પૂર્ણ થશે.

08:10 AM 
ત્રિપુરામાં ભાજપ 23 સીટો પર આગળ છે
ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી વલણોમાં આગળ ચાલી રહી છે. અહીં ભાજપ 23 સીટો પર આગળ છે.

08:00 AM 
ત્રિપુરા-મેઘાલય અને નાગાલેન્ડમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્રિપુરામાં 60 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે.
 

7:40 AM 
અગરતલા (પશ્ચિમ ત્રિપુરા): ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ તસવીરો મતગણતરી કેન્દ્ર ઉમાકાંતા એકેડમી કેમ્પસની છે.
 

7:36 AM 
મતગણતરી કેન્દ્રોની બહાર ભારે સુરક્ષા તૈનાત: મેઘાલય

મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તુરાના વિસ્તરણ પ્રશિક્ષણ કેન્દ્રના મતગણતરી સ્થળ પર હિલચાલ શરૂ થઈ છે. અહીં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
 

7:30 AM 

ત્રિપુરાની રાજધાની અગરતલામાં મતગણતરી પહેલા ભાજપ કાર્યાલયમાં પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ છે.

મેઘાલયની શું છે સ્થિતિ?   

  • મેઘાલય વિધાનસભામાં કુલ 60 બેઠકો છે
  • UDPના ઉમેદવાર HDR લિંગદોહના નિધન બાદ સોહિઓંગ સીટ પર મતદાન સ્થગિત થયું
  • ઉમેદવારના નિધન બાદ સોહિઓંગ સીટ સિવાય 59 બેઠકો પર થયું મતદાન
  • મેઘાલયમાં કુલ 76.27 ટકા મતદાન
  • મેઘાલયમાં મતગણતરી માટે કુલ 13 કેન્દ્રો 
  • મત ગણતરી માટે 27 ઓબ્ઝર્વર  અને 500 માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત 
  • નાયબ કેલક્ટરે નિષ્પક્ષ મતગણતરી માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની કરી ખાતરી
  • મતગણતરી માટે કુલ 10 ટેબલની વ્યવસ્થા 
  • પ્રત્યેક ટેબલની સામે 3 લોકોની તૈનાત 
  • મેઘાલયમાં તમામ પાર્ટીઓએ એકલા હાથે લડી છે ચૂંટણી
  • ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓ 59-59 બેઠકો પર લડી રહી છે ચૂંટણી
  • NCPના 56, TMCના 57 જ્યારે UDPના કુલ 46 ઉમેદવારો મેદાને છે

નાગાલેન્ડની શું છે સ્થિતિ? 

  • નાગાલેન્ડ વિધાનસભામાં કુલ 60 બેઠકો છે
  • નાગાલેન્ડની અકુલુતો બેઠક પરથી નિર્વિરોધ જીત્યા ભાજપ ઉમેદવાર કોજેતો કિનિમી
  • 1 બેઠક પર નિર્વિરોધ બાદ કુલ 59 બેઠકો માટે થયું મતદાન
  • નાગાલેન્ડમાં કુલ 84 ટકા મતદાન
  • મતગણતરી માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા 
  • નાગાલેન્ડમાં NDPP અને ભાજપે ગઠબંધન કર્યું છે
  • નાગાલેન્ડમાં મુખ્ય મુકાબલો ભાજપ-NDPP વિરુ્દ્ધ NPF પાર્ટી વચ્ચે 
  • NDPPના 40, ભાજપના 20, NPFના કુલ 22 કોંગ્રેસની કુલ 23 બેઠકો માટે મતગણતરી

ત્રિપુરાની શું છે સ્થિતિ?  

  • ત્રિપુરા વિધાનસભામાં કુલ 60 બેઠકો 
  • ત્રિપુરામાં કુલ 89.95 ટકા મતદાન
  • ત્રિપુરામાં મતગણતરી માટે કુલ 21 કેન્દ્રો
  • મતગણતરી સમયે કોઈ દુર્ઘટના ન થાય માટે CRPF યુનિટ તૈનાત
  • રાજ્યની પોલીસ પણ સ્થિતિ અંગે સજાગ છે
  • ત્રિપુરામાં ભાજપ સાથે IPFT પાર્ટીનું ગઠબંધન 
  • કોંગ્રેસ સાથે CPIMએ કર્યું ગઠબંધન
  • ત્રિપુરામાં કુલ 259 ઉમેદવારોનું ભાવિ થયું સીલ
  • ત્રિપુરામાં ભાજપે 55 તો IPFTએ કુલ 5 ઉમેદવારો મેદાને ઉતાર્યા
  • કોંગ્રેસના 13, CPIMના 43, ટિપરા મોથાના 42 અને TMCના 28 ઉમેદવારો મેદાને
  • કુલ 58 નિર્દલીય ઉમેદવારો મેદાને 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ