બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / mystery ship that went missing 120 years ago with 32 crew members found in australia

દરિયાઈ હોનારત / 120 વર્ષનું રહસ્ય ઉકેલાયું ! ટાઈટેનિકથી વર્ષો પહેલા ડૂબેલું રહસ્યમયી જહાજ મળ્યું, પ્રવાસીઓની લાશ તરી

Hiralal

Last Updated: 08:33 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈટેનિકથી 7 વર્ષ પહેલા એટલે કે 1904ની સાલમાં ડૂબેલા કાર્ગો જહાજની ભાળ મળી ગઈ છે. કોલસાની હેરાફેરી કરતું આ જહાજ ઓસ્ટ્રેલિયાના દરિયામાં ડૂબ્યું હતું.

ટાઈટેનિકથી પણ 7 વર્ષ પહેલા ડૂબેલું જહાજ આખરે મળી ગયું છે. 1904ની સાલમાં SS Nemesis નામનું કાર્ગો જહાજ કોલસાની હેરાફેરી વખતે ભારે તોફાનને કારણે ઓસ્ટ્રેલિયાના દરિયામાં ડૂબી ગયું હતું અને તેની સાથે 32 પ્રવાસીઓ પણ ગુમ થઈ ગયા હતા. જહાજ ડૂબ્યાંના થોડા અઠવાડિયા બાદ 32 પ્રવાસીઓને લાશો તરતી તરતી મળી આવી હતી પરંતુ જહાજની કોઈ ભાળ મળી નહોતી. આ ઘટનાને 120 વર્ષ વીતી ગયાં હતા અને હવે આ જહાજની ભાળ મળી છે. 

કેવી રીતે શોધાયું 

120 વર્ષથી આ જહાજની શોધ ચાલતી હતી થોડા દિવસ પહેલા Marine Services એજન્સીએ દરિયામાં 525 ફૂટ ઊંડેથી તેને શોધી કાઢ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે તે આખુંને આખું સલામત હતું તેનો કોઈ ભાગ ખવાયો નહોતો. 120 વર્ષ જેટલા લાંબા સમય સુધી પાણીમાં રહ્યું હોવા છતાં પણ તે અતૂટ રહ્યું હતું. 

કેવી રીતે ડૂબ્યું હતું જહાજ
ભારે તોફાનને કારણે ન્યૂ સાઉથ વેલ્સના દરિયામાં જહાજ સપડાયું હતું અને તેને કારણે તેનું એન્જિન બંધ પડી જતાં તે દરિયાના પેટાળમા જતું રહ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે એક મોટું મોજું ટકરાતાં તે ઝડપથી ડૂબવા લાગ્યું હતું અને લાઈફ બોટથી બચવાનો ટાઈમ જ ન રહેતાં 32 પ્રવાસીઓ પણ ડૂબી ગયાં હતા જેમની લાશો થોડા અઠવાડિયા બાદ તરીને બહાર આવી હતી. 

શું હતું જહાજમાં
આ જહાજ ન્યૂ સાઉથ વેલ્સથી મેલબોર્નમાં કોલસાનો સપ્લાય પૂરો પાડતું હતું અને 1904ની સાલમાં ભારે તોફાનને કારણે તે ડૂબી ગયું હતું. 

આ ઘટનાના 7 વર્ષ બાદ ટાઈટેનિક પણ ડૂબ્યું 
આ ઘટનાના 7 વર્ષ બાદ એટલે કે 1911ની સાલમાં વિશાળ હિમશીલા ટકરાતાં વિશ્વવિખ્યાત ટાઈટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યું હતું તેમાં 1500થી વધારે પ્રવાસીઓના મોત થયું હતું. આ જહાજનો  કાટમાળ આજે પણ 12,000 ફૂટ નીચે પડ્યો છે જોકે તેમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર લાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ