બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / વિશ્વ / Myanmar India Relation Myanmar rebels become a problem India 994 crore project project stuck

મુસીબત! / ભારત માટે અડચણરૂપ બન્યા મ્યાનમારના વિદ્રોહીઓ, અટવાયો રૂ. 994 કરોડનો પ્રોજેક્ટ, જાણો વિગત

Megha

Last Updated: 10:01 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિત્તવે પોર્ટને ભારતીય ક્રેડિટ લાઇન સાથે $120 મિલિયનનું પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું હતું. પરંતુ મ્યાનમારની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં લેતા, આ પ્રોજેક્ટ પર પ્રગતિ મુશ્કેલ લાગે છે.

Myanmar India Relation: મ્યાનમારમાં જુન્ટા સરકાર સામેના હુમલાઓએ ભારતની ચિંતા વધારી છે. જુન્ટા સરકારના વિરોધીઓએ ભારતીય સરહદ સાથેના ઘણા વિસ્તારો અને પશ્ચિમ મ્યાનમારના ઘણા શહેરો પર કબજો જમાવી લીધો છે. આના કારણે સિત્તવે બંદર શહેર પર દબાણ વધ્યું છે, જે ભારતની નાણાકીય સહાયથી વિકસાવવામાં આવ્યું હતું. સિત્તવેમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ પણ છે. 

મ્યાન્મારે બોર્ડર પાસે કરી એરસ્ટ્રાઈક: 24 કલાકમાં ભારતમાં ઘૂસ્યા 2000  શરણાર્થી, મિઝોરમમાં ઍલર્ટ | Airstrike by Myanmar near the border: 2000  refugees entered India in 24 hours ...

સિત્તવે લગભગ તમામ મુખ્ય રસ્તાઓ અને જળમાર્ગોથી કપાઈ ગયું 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા અઠવાડિયે અરાકાન આર્મીએ કહ્યું હતું કે એમને સિત્તવે શહેરથી 30 કિમી દૂર સ્થિત એક પોલીસ ટાઉનશિપ પર કબજો કર્યો છે. આસપાસના શહેરો અને નગરો જેમ કે પૌક્ટાવ, ક્યોક્ટાવ અને મિનબ્યા પર કબજો કર્યો છે. આ કારણે રખાઈન રાજ્યની રાજધાની સિત્તવે લગભગ તમામ મુખ્ય રસ્તાઓ અને જળમાર્ગોથી કપાઈ ગઈ છે.

$120 મિલિયનનું આ પ્રોજેક્ટ 
નોંધનીય છે કે સિત્તવે પોર્ટને ભારતીય ક્રેડિટ લાઇન સાથે $120 મિલિયન (રૂ. 9,94,51,80,000) પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ભારતના કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે ઘણું મહત્વ ધરાવે છે.

Topic | VTV Gujarati

મે 2023માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
સિત્તવે પોર્ટના અપગ્રેડેશન બાદ, મે 2023માં કોલકાતાથી પ્રથમ કાર્ગો શિપના આગમન સાથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 484 મિલિયન ડોલરની મહત્વાકાંક્ષી કલાદાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મ્યાનમારને દરિયાઈ માર્ગે કોલકાતા બંદર અને મિઝોરમને સડક માર્ગે જોડવાનો છે. પરંતુ, મ્યાનમારની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં લેતા, આ પ્રોજેક્ટ પર પ્રગતિ મુશ્કેલ લાગે છે. 

પ્રોજેક્ટને અનેક વિલંબનો સામનો કરવો પડ્યો
કોલકાતાથી દરિયાઈ માર્ગે મોકલવામાં આવેલ માલસામાનને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં રસ્તાઓ અને જળમાર્ગો દ્વારા મ્યાનમારમાં લઈ જવામાં આવતો હતો, પરંતુ 2008માં તેની શરૂઆત થઈ ત્યારથી આ પ્રોજેક્ટને અનેક વિલંબનો સામનો કરવો પડ્યો છે.

Topic | VTV Gujarati

રખાઈનની મુસાફરી ન કરવાની સલાહ આપી
સાથે જ રખાઈન રાજ્યમાં ભારતીય નાગરિકોની હાજરીનો કોઈ વિશ્વસનીય અંદાજ નથી, જ્યાં 2014 થી સિત્તવેમાં ભારતનું કોન્સ્યુલેટ છે. આ મહિનાની શરૂઆતમાં, ભારત સરકારે કથળતી સુરક્ષા સ્થિતિ, આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત અને ટેલિકોમ્યુનિકેશનમાં વિક્ષેપને કારણે તેના નાગરિકોને રખાઈનની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. 

વધુ વાંચો: ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ સહિત 21 લોકોને આપી સજા, 68 બાળકના મોત છે કારણ

જો કે, ભારત રખાઈન રાજ્ય અને સિત્તવેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ આકસ્મિક પરિસ્થિતિઓ માટે જરૂરી તૈયારીઓ કરી રહ્યું છે. મ્યાનમાર સૈન્ય બળવા પછી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. બળવાખોર ગઠબંધનમાં અરાકાન આર્મી, મ્યાનમાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આર્મી (MNDAA) અને તઆંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA) નો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ