બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / muslims perform taraweeh prayers newyork times square video viral america

રમઝાન / અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઇમ્સ સ્ક્વેર પર પઢી નમાઝ, સોશિયલ મીડિયામાં થઇ આવી ચર્ચા

Hiren

Last Updated: 09:07 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત મુસ્લિમોએ તરાવીહની નમાઝ ન્યૂયોર્કના વિશ્વપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેરના રોડ પર પઢી છે.

  • અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત બન્યું આવું
  • મુસ્લિમોએ ટાઇમ્સ સ્ક્વેર પર પઢી નમાઝ
  • લોકોએ રસ્તો રોકવાની કોઈ જરૂરિયાત નથીઃ હસન સજવાની 

હજારોની સંખ્યામાં મુસ્લિમો ટાઇમ્સ સ્ક્વેરના રોડ પર એકઠા થઇ ગયા હતા અને શનિવારે રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થતા તરાવીહની નમાઝ પઢી. આ વચ્ચે મુસ્લિમોના રોડ પર નમાઝ પઢવાથી સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો છે. કેટલાક લોકો અહીં નમાઝ પઢવાનું સમર્થન કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં એવા પણ લોકો છે જે આનો ખુલીને વિરોધ કરી રહ્યા છે.

ઇસ્લામને લઇને આખી દુનિયામાં ખોટી ધારણાઓઃ આયોજક

ગલ્ફ ટૂડેના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઇતિહાસમાં આવું પહેલી વખત થઇ રહ્યું છે જ્યારે મુસ્લિમોને ટાઇમ્સ સ્ક્વેર જેવી ચર્ચિત જગ્યા પર નમાઝ પઢી છે. આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે, અમેરિકામાં રહેતા મુસ્લિમો ઇચ્છતા હતા કે રમઝાનને ન્યૂયૉર્ક સિટીના આ બહુચર્ચિત સ્થળ પર મનાવવામાં આવે અને બીજાને એ બતાવવામાં આવે કે ઇસ્લામ એક શાંતિપર્ણ ધર્મ છે. આયોજકોએ કહ્યું કે, ઇસ્લામને લઇને આખી દુનિયામાં ખોટી ધારણાઓ છે.

આયોજકોએ કહ્યું કે, અમે તમામ લોકોને પોતાના ધર્મ અંગે બતાવવા માંગતા હતા જે આ વિશે નથી જાણતા. ઇસ્લામ શાંતિનો ધર્મ છે. મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શનિવારે શરૂ થયો છે. ચંદ્ર દેખાયા બાદ રમઝાનનું એલાન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે ટાઇમ્સ સ્ક્વાયર પર નમાઝ પઢવાને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ રહી છે. આ ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ આયોજનની કેટલાક લોકોએ નિંદા પણ કરી છે.

'લોકોએ રસ્તો રોકવાની કોઈ જરૂરિયાત નથી'

સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય યૂએઈ નિવાસી હસન સજવાની લખે છે કે, રોડ પર નમાઝ પઢવાથી લોકોને અસુવિધા થાય છે. એકલા ન્યૂયોર્કમાં 270થી વધુ મસ્જિદો છે અને નમાઝ પઢવા માટે વધુ સારુ સ્થળ છે. પોતાના ધર્મનું પ્રદર્શન કરવા માટે લોકોનો રસ્તો રોકવાની કોઈ જરૂર નથી. આ એ નથી જે ઇસ્લામ આપણને શિખવે છે. 

'આ ખોટો સંદેશ આપી શકે છે કે...'

ખલીફા નામક યૂઝરે પણ લખ્યું કે હું એક મુસ્લિમ છું પરંતુ ટાઇમ્સ સ્ક્વેર પર નમાઝ પઢવાનું સમર્થન નથી કરતો. આ ખોટો સંદેશ આપી શકે છે કે ઇસ્લામ 'આક્રમણ' અથવા ઘૂષણખોરી કરનારો છે. એટલા માટે મસ્જિદમાં જ નમાઝ પઢો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ