બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / mumbai four friends killed the friend who threw the birthday party bill dispute
Manisha Jogi
Last Updated: 01:22 PM, 6 June 2023
મહારાષ્ટ્રના મુંબઈમાં ચાર મિત્રોએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી છે. મુંબઈના ગોવંડીમાં 10,000 રૂપિયાનું જમવાનું બિલ આવતા બિલ આપવાના વિવાદમાં 4 મિત્રોએ ભેગા થઈને તેમના 18 વર્ષીય મિત્રની હત્યા કરી દીધી છે. હત્યારામાં બે સગીર છે. પોલીસે સગીરને કસ્ટડીમાં લીધા છે અને બે યુવકની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસ જણાવે છે કે, ઉત્તરપ્રદેશના રહેવાસી 19 અને 22 વર્ષીય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. બે સગીરે આત્મસમર્પણ કરતા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શિવાજી નગર પોલીસ અધિકારી અનુસાર મૃતકે 31 મેના રોજ એક ઢાબા પર જન્મદિવસની પાર્ટી આપી હતી.
બર્થ ડે પાર્ટીનું બિલ 10,000 રૂપિયા આવ્યું હતું. બિલ શેર કરવા બાબતે તમામ મિત્રો વચ્ચે વિવાદ થયો હતો. બર્થ ડે પાર્ટી આપનાર યુવકે બિલ ચૂકવી દીધું હતું. ચાર આરોપીઓએ અન્ય એક જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું અને તેમાં આ યુવકને પણ બોલાવ્યો હતો.
પોલીસે આપેલ જાણકારી અનુસાર ચાર મિત્રોએ કેક ખવડાવ્યા પછી ધારદાર હથિયારથી આ યુવક પર હુમલો કરતા તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના સામે આવતા 17 વર્ષના બે કિશોરે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું. અન્ય બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, તેઓ ઉત્તરપ્રદેશ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા.
બે સગીર આરોપીને સુધાર ગૃહ મોકલવામાં આવ્યા છે. અન્ય બે આરોપીઓની ધારા 302 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો