બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni master stroke when deepak chahar takes wicket of shubman gill

IPL 2023 / MS ધોનીના આ માસ્ટરસ્ટ્રોકના કારણે ઊંધું પડી ગયું ગુજરાતનું ગણિત, સૌથી જોરદાર ખેલાડીએ ગુમાવી વિકેટ

Bijal Vyas

Last Updated: 12:52 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ધોનીની કેપ્નશિપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સે ગુજરાત ટાઇટન્સને મંગળવાર રાત્રે રમવામાં આવેલા પહેલા કોલિફાયરમાં 15 રનથી માત આપી હતી.

  • ટોસ હાર્યા બાદ ચેન્નઇએ ગુજરાતને 172/7નો સ્કોરનો પડકાર આપ્યો 
  • ગિલની હાજરીથી ગુજરાતનું પલ્લુ ભારે રહ્યુ
  • ગુજરાતની ટીમ 8 વખત ટોસ જીતી, જેમાં છ મેચ જીતી હતી જ્યારે બે મેચ હારી

IPL 2023: આઇપીએલ સિઝન રમી રહેલી ચેન્નઇ સુપરકિંગ્સની ટેમે 10મી વાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એમએસ ધોનીની કેપ્નશિપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સે ગુજરાત ટાઇટન્સને મંગળવાર રાત્રે રમવામાં આવેલા પહેલા કોલિફાયરમાં 15 રનથી માત આપી હતી. ટોસ હાર્યા બાદ ચેન્નઇએ ગુજરાતને 172/7નો સ્કોરનો પડકાર આપ્યો હતો. લક્ષ્યનો ફોલો કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમ બે વિકેટે 41 રન જ બનાવી શકી હતી, જે આ સિઝનમાં પાવરપ્લેમાં તેનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. અંતમાં રાશિદ ખાને ચોક્કસપણે સારુ પ્રદર્શન કર્યુ હતુ, પરંતુ 16 બોલમાં 30 રન બનાવીને આઉટ થતાં જ ટીમની હાર નક્કી થઈ ગઈ હતી.

MS Dhoni vs Hardik Pandya કોને મળશે ફાઇનલની ટિકિટ! ગુરુ અને ચેલા વચ્ચેની  જંગમાં જામશે રસાકસી, હાર્દિક પંડ્યાનું કેમ વધ્યું ટેન્શન? | hardik pandya  on encounter with ...

હકીકતમાં સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષાણાની જોડીએ ગુજરાત ટાઇટન્સની કમર તોડી નાખી હતી. જાડેજાની સ્પિન પણ કામ કરી ગઈ અને તેણે દશુન શનાકા, ખતરનાક ડેવિડ મિલરની વિકેટ લઈને ગુજરાતનો સ્કોર 88/4 સુધી ઘટાડી દીધો. જો કે, ક્રિઝ પર ગિલની હાજરીથી ગુજરાતનું પલ્લુ ભારે રહ્યુ હતું. તેવામાં ધોનીએ તેના સૌથી ભરોસાપાત્ર બોલર દીપક ચહરને બોલ સોંપ્યો, જેણે અગાઉ સાહાને ચાલતો કર્યો હતો. દીપક ફરી પાછો ફર્યો અને 14મી ઓવરમાં ટીમને એવી સફળતા અપાવી, જેણે મેચનું પરિણામ લગભગ નક્કી કરી દીધું. તેણે ટોચના ફોર્મમાં ચાલી રહેલા ગિલ (42)ને આઉટ કર્યો. ત્યારપછીના બેટ્સમેનોએ હારનું માર્જિન ઘટાડી દીધું હતું.

MS Dhoni vs Hardik Pandya કોને મળશે ફાઇનલની ટિકિટ! ગુરુ અને ચેલા વચ્ચેની  જંગમાં જામશે રસાકસી, હાર્દિક પંડ્યાનું કેમ વધ્યું ટેન્શન? | hardik pandya  on encounter with ...

ગુજરાતનું ગણીત ઉલ્ટુ પડ્યુ 
ગુજરાતની ટીમે અગાઉ આઠ મેચમાં ટોસ જીતી હતી. ટોસ જીત્યા બાદ તેણે છ મેચ જીતી હતી જ્યારે બે હાર્યા હતા. આમાં, તેણે ટોસ જીત્યા પછી, તેણે છ વખત પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. તેણે આ છમાંથી પાંચ મેચ જીતી હતી. આ આંકડાઓ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના મગજમાં જરુર રહ્યા હશે અને કદાચ આ આંકડાઓને ધ્યાનમાં રાખીને, તેણે આ પ્રેશર મેચમાં ધીમી ચેપોક પીચ પર પાછળથી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ અંતે આ બધુ જ ગણિત ઊંધુ પડ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ