બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mother's Day CU Shah Blind Divyang and Blind sisters Free Service

મધર્સ-ડે / સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજની દિવ્યાંગ અને અંધ બહેનોની નિઃશુલ્ક સેવા

vtvAdmin

Last Updated: 04:01 PM, 12 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશભરમાં મધર્સ-ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરની શ્રી સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની દિવ્યાંગ અને અંધ બહેનોની નિઃશુલ્ક સેવા કરતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુક્તાબેન ડગલી એક માતા કરતા પણ વિશેષ સ્થાન ધરાવે છે અને અંધબહેનો માતાથી પણ વધુ લાગણી ધરાવે છે.

સમગ્ર દેશમાં આજે માતૃત્વની ઝાંખી કરાવતો અને માતાના લાગણીસભર સંબંધની ગરિમાનો એટલે કે મધર્સ-ડેની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે એક એવી માતા છે જેમણે પોતે સંતાન પ્રાપ્તિનું સુખ નહીં ભોગવી. વર્ષોથી પોતાનું જીવન નિરાધાર દિવ્યાંગ અને અંધબહેનો માટે સમર્પિત કર્યું છે. સુરેન્દ્રનગર-મુળી રોડ પર સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના મુક્તાબેન ડગલી અને તેમના પતિ પંકજકુમાર ડગલી દ્વારા વર્ષ 1996માં માત્ર 4 અંધબહેનોથી સંસ્થા શરુ કરી હતી. પોતે જીવનભર નિઃસંતાન રહેવાનું નક્કી કરી દિવ્યાંગો માટે સેવા કરવાનું નક્કી કર્યું હતું. હાલ સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉંમરગામ સહીત ચારથી વધુ સંસ્થાની બ્રાન્ચોમાં અંદાજે 850થી વધુ અંધબહેનોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. જે પૈકી સુરેન્દ્રનગરની સંસ્થામાં અંદાજે ૫૦૦થી વધુ અંધબહેનો રહે છે.

મુક્તાબેન ડગલી દ્વારા એક સગી માતા અને પરિવારની જેમ તેમના સ્ટાફ સહીતની બહેનોની મદદથી અંધ બહેનોને રહેવા-જમવા સહીત સંસ્થામાં બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, રસોઈ, સીવણ સહીતની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ અંધ બહેનોને શાળા-કોલેજ સુધી અભ્યાસ પણ કરાવવામાં આવે છે. તેમજ જ્યારે અંધ દીકરી પરણાવવા લાયક થાય ત્યારે યોગ્ય જીવન સાથી શોધી તેને સમૂહ લગ્ન યોજી પરણાવી પણ આપે છે.

અત્યાર સુધીમાં 25 સમૂહ લગ્ન દ્વારા 200 જેટલી અંધ બહેનોને સંસ્થા દ્વારા ઘરવખરી સહીત જીવન જરૂરિયાતનો સામાન કરિયાવર સ્વરૂપે આપી પરણાવી છે. તેમજ સંસ્થાની શરૂઆત થી અત્યાર સુધી અંદાજે 1000 કરતા પણ વધુ અંધ બહેનોને આશ્રય આપવામાં આવ્યો છે. જેમને તાજેતરમાં જ દિવ્યાંગ અને અંધ બહેનો માટે સેવાકીય પ્રવૃત્તિ બદલ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

સંસ્થામાં રહેતી દીકરીઓ સહીત મહિલાઓ પણ મુકતાબેન પ્રત્યે સગી માતા કરતા પણ વધુ લાગણી ધરાવે છે અને તેમના નિસ્વાર્થ માતૃત્વને કારણે ક્યારેય માતા-પિતાની ખોટ વર્તાતી નથી. આજે જ્યારે માતા -પિતા દ્વારા બાળકોને ત્યજી દેવાના બનાવો વધ્યા છે. ત્યારે વર્ષોથી નિસ્વાર્થપણે અંધ અને દિવ્યાંગ બહેનોની સેવા કરનાર ઝાલાવાડના મધર ટેરેસાને મધર્સ-ડે પર સત સત વંદન સાથે સલામ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ