બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Most of the districts of the state are likely to receive rain, the state meteorological department has predicted thundershowers
Dinesh
Last Updated: 08:20 AM, 26 November 2023
ADVERTISEMENT
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેને લઈ હવે આજથી ગુજરાતના અનેલ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.
ADVERTISEMENT
ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
કચ્છ, ડાંગ, વલસાડમાં પણ આગાહી
અત્રે જણાવીએ કે, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે
ઉત્તર ગુજરાતમાં વાદળો ઘેરાયા
કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમા વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.