બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / More Than $600 Million Stolen Likely To Be The Biggest Cryptocurrency Theft Ever

BIG NEWS / ક્રિપ્ટોકરન્સીના ઈતિહાસની સૌથી મોટી ચોરી, હૅકર્સે 4500 કરોડ રૂપિયા સાફ કર્યા, જાણો આખો મામલો

Parth

Last Updated: 06:03 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલી નેટવર્ક કંપનીએ કહ્યું કે આ ઈતિહાસની સૌથી મોટી ચોરી છે અને હેકર્સને અપીલ કરી છે કે તે પૈસા પરત કરી દે.

  • ક્રિપ્ટોકરન્સીનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી
  • હેકર્સે 60 કરોડ ડોલરથી વધુની ક્રિપ્ટોકરન્સી પર હાથ સાફ કર્યો 
  • Ethereum સહિતની ક્રિપ્ટોકરન્સી ચોરી કરાઇ 

દુનિયાભરમાં દિવસે દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે તો સાથે સાથે પૈસાની લેતીદેતી તથા પ્રાઈવેસીને લઈને પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. દુનિયાભરનાં હેકર્સનાં એક ખૂણામાં બેઠા બેઠા કરોડો અને અબજો રૂપિયા ઉડાવીને લઈ જાય છે, મોટી મોટી કંપનીઓનાં યુઝર્સનો ડેટા ચોરાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે ક્રિપ્ટોકરન્સી પર હેકર્સે નજર બગાડી છે. 

ક્રિપ્ટોકરન્સીનો વધી રહ્યો છે ક્રેઝ 
ભારત સહિત આખા વિશ્વનાં દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હેકર્સે 60 કરોડ ડોલર એટલે કે 4,465 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ચોરી કરી છે. ક્રિપ્ટોકરન્સીનાં ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી માનવામાં આવી રહી છે. 

ઈતિહાસની સૌથી મોટી ચોરી 
બ્લોક ચેનને જોડતી કંપની પોલી નેટવર્કમાં હેકર્સે ચોરી કરી છે, કંપનીએ ટ્વિટરનાં માધ્યમથી કહ્યું કે હેકર્સે સિક્યોરીટી તોડી મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સી ચોરી કરી લીધી છે. વિવિધ રિપોર્ટ અનુસાર હેકિંગ કર્યા બાદ 60 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી ઉડાવી લેવામાં આઅવી છે. કંપનીએ કહ્યું કે હેકર્સે નેટવર્ક પર અટેક કર્યો અને તે બાદ મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા. 

કંપનીએ કહ્યું પૈસા પાછા આપી દો 
પોલી નેટવર્ક કંપનીએ હેકર્સને અપીલ કરી છે કે તે પૈસા પરત કરી દે. કંપનીએ કહ્યું કે આ ઈતિહાસની સૌથી મોટી ચોરી છે અને જે નાણાં તમે હેક કર્યા છે તે ક્રિપ્ટો કમ્યુનિટિનાં હજારો સદસ્યોના છે. 

નોંધનીય છે કે ક્રિપ્ટોકરન્સીમાં જુદા જુદા પ્રકારની કરેન્સી આવે છે અને તેમાં પણ Ethereum બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. હેકર્સે 27.3 કરોડ ડોલરનાં Ethereum પર હાથ સાફ કર્યા છે. સાથે જ પોલી નેટવર્કનાં 25.3 કરોડ ડોલરનાં Binance Smart Chain પણ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા. 

સિક્યોરીટી કંપની SlowMist અનુસાર 61 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સીને 3 અલગ અલગ એડ્રેસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ