બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Monsoon Alert: due to heavy rain 10 deaths occurred in Mumbai, Orange alert

ચોમાસાનું આગમન / ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દેશમાં ક્યાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, મુંબઈમાં 10નાં મોત

Vaidehi

Last Updated: 05:21 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતિ ભારે વરસાદને લીધે મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લોકોનું મૃત્યુ નોંધાયું છે. આવનારાં 2થી 4 દિવસો સુધી દેશનાં આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • દેશભરમાં ચોમાસાનું આગમન
  • કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી
  • મુંબઈમાં વરસાદને લીધે 10 લોકોનું મોત

દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કેટલાક રાજ્યોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદને લીધે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે દેશનાં કેટલાક રાજ્યોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જારી કર્યું છે. મુંબઈમાં સતત વરસતા વરસાદને લીધે 10 લોકોનું મોત થઈ ગયું છે.

મુંબઈમાં 10 લોકોનું મોત
BMCએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર ચોમાસું આવ્યા પછીથી મુંબઈમાં 25 જૂનથી લઈને આજ સુધીમાં કુલ 10 લોકોનું મોત થયું છે. જેમાંથી 3નું મોત વૃક્ષ પડવાને લીધે થયું  તો 4 નું મોત ઘાટકોપર અને વિલે પાર્લેમાં બિલ્ડિંગ ધ્વંસ્ત થતાં થયું છે. વરસાદમાં સફાઈ કરતાં 3 કર્મીઓનું મૃત્યુ નોંધાયું છે. BMCએ મુંબઈમાં આવનારા 4થી 5 દિવસો સુધઈ રાજ્યમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે.

મહારાષ્ટ્રનાં 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
IMDએ મહારાષ્ટ્રનાં 6 જિલ્લાઓ- થાણે, રાયગઢ, પાલઘર, સિંઘુદુર્ગ, નાસિક અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

આવનારા 2 દિવસો માટે એલર્ટ
હવામાન વિભાગની તરફથી આવનારા 2 દિવસો માટે દેશનાં ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રો સિવાય મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં મોનસૂન સક્રિય રહેશે તેવી માહિતી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આવતી કાલ માટે યેલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે જ 1-2 જૂલાઈનાં અલગ-અલગ વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ વરસવાની સંભાવના છે.

આવનારા 2 દિવસો દરમિયાન આ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે:

ઉત્તર-પશ્ચિમ ભારત
આવનારા 2 દિવસો સુધી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 

મધ્ય ભારત
આવતાં 2 દિવસો સુધી મધ્યપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

પશ્ચિમ ભારત
પશ્ચિમનાં રાજ્યોમાં ગોવા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આવનારા 4 દિવસો સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વોત્તર ભારત
આવનારા 4 દિવસો સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સિવાય અસમ,અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ભારત
કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં  આવનારાં 4 દિવસો સુધી મધ્યમ વર્ષા વરસી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ