બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / monsoon 2021 will arrive in gujarat between june 15 and 20 with 98 to 100 percent rainfall
ADVERTISEMENT

ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જાહેર કરેલા પૂર્વાનુમાનમાં ખેડૂતોને માટે સારા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ આ વર્ષે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળ પહોંચશે, તો આ સાથે ગુજરાતની વાત કરીએ તો અહીં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન છે. અંદામાનમાં રવિવાર સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આ સાથે જ સ્કાઇમેટ એજન્સીના અંદાજ અનુસાર 103% વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

અલનીનોની અસર ઓછી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે
હવામાન વિભાગે આ વર્ષે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વર્ષે અલનીનોની કે પછી લા નીનોની અસર નહીંવત રહેશે. હવામાન વિભાગના અનુસાર આ વર્ષનું ચોમાસુ સામાન્ય રહેશે અને સાતે જ જૂન અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ રહેવાની શક્યતા જાહેર કરી છે.
ADVERTISEMENT
3 વર્ષ બાદ પહેલી વાર વરસાદ સામાન્ય રહી શકે છેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 3 વર્ષમાં 2 વાર ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.
.gif)
ADVERTISEMENT
96 ટકાથી 103 ટકા સુધીના વરસાદની હવામાનની આગાહી
હવામાન વિભાગે કહ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 96-98 ટકા વરસાદ રહેશે અને આ પછી 104 ટકા સુધી વરસાદ પહોંચે તેવી શક્યતા રખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.