બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / વિશ્વ / Modi government's biggest decision regarding laptops, computers and tablets

BIG BREAKING / લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટને લઈને મોદી સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, દેશભરમાં આજથી જ લાગુ થશે નિયમ

Priyakant

Last Updated: 12:47 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Restricts Import Of Laptop News: સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે ગુરુવારે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર......

  • કેન્દ્ર સરકારનો ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય
  • લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ
  • સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા મોટો નિર્ણય 

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે ગુરુવારે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે હવે તેમની આયાતને પ્રતિબંધિત આયાત માટેના માન્ય લાયસન્સ સામે મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે, એપ્રિલ-જૂનમાં ઈલેક્ટ્રોનિક્સ આયાત જેમાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે તે વાર્ષિક ધોરણે 6.25% વધુ, $19.7 બિલિયન હતી.
 
ભારત સરકારે આજે (3 ઓગસ્ટ) લેપટોપ, ટેબલેટ, પર્સનલ કમ્પ્યુટર્સ (PC), અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ વસ્તુઓની આયાતને લાયસન્સ આધારે મંજૂરી આપવામાં આવશે. જાહેરાત અનુસાર કેટલાક કેસોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. વ્યક્તિગત ઉપયોગ અને સંશોધન વગેરે માટે લેપટોપ, ટેબલેટ વગેરે ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ કેસોમાં છૂટ ?   
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, બેન્ચમાર્કિંગ, રિપેરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને રિ-એક્સપોર્ટના કેસોમાં આયાત લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આયાતની પરવાનગી એ શરત સાથે આપવામાં આવશે કે, આયાતી માલનો ઉપયોગ માત્ર ઉલ્લેખિત હેતુઓ માટે જ કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હેતુ પૂરા કર્યા પછી ઉત્પાદનનો નાશ કરવામાં આવશે અથવા ફરીથી નિકાસ કરવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સંસ્થા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરીએ જણાવ્યું હતું કે, આ પગલાની ભાવના ભારતમાં ઉત્પાદનને આગળ ધપાવવાની છે. ડેલ, એસર, સેમસંગ, એલજી, પેનાસોનિક, એપલ ઇન્ક, લેનોવો અને એચપી ઇન્ક એ ભારતીય બજારમાં લેપટોપ વેચતી કેટલીક ચાવીરૂપ કંપનીઓ છે અને તેનો નોંધપાત્ર હિસ્સો ચીન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ