બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Modi Cabinet approves PM SHRI scheme, 14,000 schools across the country will be transformed

શૈક્ષણિક / કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય સહિત 14,000 સ્કૂલોની કાયાપલટ થશે, PM SHRI યોજનાને મોદી કેબિનેટની લીલીઝંડી

Hiralal

Last Updated: 04:11 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી કેબિનેટે PM SHRI યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રની આ યોજના હેઠળ દેશભરની 14,000 સ્કૂલોને અપગ્રેડ કરવાાં આવશે.

  • મોદી કેબિનેટે PM SHRI યોજનાને મંજૂરી આપી
  • દેશભરની 14,000 સ્કૂલો અપગ્રેડ થશે 
  • કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્કૂલો પણ અપગ્રેડ થશે 
  • 5 સપ્ટેમ્બર 2022ના દિવસે પીએમ મોદીએ કરી હતી જાહેરાત
  • બુધવારની કેબિનેટની બેઠકમાં યોજનાને મળી મંજૂરી

નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવા માટેની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. 5 સપ્ટેમ્બર 2022ના દિવસે પીએમ મોદીએ 14000 સ્કૂલો અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી જેને હવે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૌથી પહેલા જુન મહિનામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષણ નીતિ હેઠળ 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવાની વાત કરી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુજબની માહિતી આપી હતી. 

કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્કૂલો પણ અપગ્રેડ થશે 

સરકારે કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્કૂલો પણ અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ સ્કૂલોને આધુનિક સગવડોથી સજ્જ કરાશે. 

સ્કૂલોને આધુનિક અને તમામ સગવડોથી સજ્જ કરાશે
સરકારે જે સ્કૂલોની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે તેને આધુનિક ઢબ અને તમામ સગવડોથી સજ્જ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ સરકાર સ્કૂલોના અપગ્રેડેશનનો પ્લાન તૈયાર કર્યો હતો. 

કઈ સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે. 
કઈ સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે તેને લઈને સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી આ સ્કૂલોને રિનોવેશનનો જે પણ ખર્ચ આવશે તેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીનો 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. 

15000 નવી સ્કૂલો બનાવવાની જાહેરાત થઈ હતી 
ઉલ્લેખનીય છે કે સરકારે 12 જુન, 2022ના દિવસે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઈન્ડીયા યોજના 15000 નવી સ્કૂલો બનાવવાની  જાહેરાત કરી હતી. 

જાણો મહત્વની બાબતો

  • એક નવું મોડલ તૈયાર કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયાને આજે મોડલ સ્કૂલ પર વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. 
  • આવી શાળા માટે ૬૦ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આને દેશના દરેક ક્ષેત્રના દરેક જિલ્લાના 2 બ્લોકમાં ખોલવામાં આવશે. આમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે, રોજગારલક્ષી શિક્ષણ, ડિજિટલ લાઇબ્રેરી, ડિજિટલ લેબ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
  • બેગલેસ સ્કૂલના કોન્સેપ્ટ હેઠળ 20 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. તેની સાથે વિદ્યા સમિક્ષા કેન્દ્ર જોડવામાં આવશે, જેમાં શાળાઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ દરેક સ્કૂલને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. નાણાં ક્યાં ખર્ચાશે તે શાળાના શિક્ષકો, આચાર્યો અને સામૂહિક લોકો નક્કી કરશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ