બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Mines and Minerals Department raids in Una Gir Somnath

કાર્યવાહી / ગીર સોમનાથના ઉનામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, 5 ટ્રક અને ટ્રેક્ટર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત

Dhruv

Last Updated: 01:19 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા 5 ટ્રક અને ટ્રેકટર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

  • ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ખાણ ખનીજ વિભાગના દરોડા
  • 5 ટ્રક અને ટ્રેકટર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • લાઈમસ્ટોન અને રેતીની થતી હતી ગેરકાયદે હેરાફેરી

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું. જેમાં ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતી ટ્રકો ઝડપાઇ છે. ખાણ ખનીજ વિભાગે 5 ટ્રક અને ટ્રેક્ટર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લાઈમસ્ટોન અને રેતીની ગેરકાયદે હેરાફેરી થતી હતી. માંગરોળ અને પોરબંદરમાંથી ગેરકાયદે ખનીજની હેરાફેરી થતી હતી.

કોડિનાર સરહદ વિસ્તારની અંદર ખનીજ આવી રહ્યું હતું

ઉના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાસ કરીને કોડિનાર સરહદ વિસ્તારની અંદર પોરબંદર, જૂનાગઢ અને માંગરોળ વિસ્તારમાંથી જે ખનીજ આવી રહ્યું હતું, તેમાં ખાસ કરીને જે પથ્થર (લાઇમસ્ટોન) અને રેતી હોય છે તે ખૂબ મોટા પ્રમાણમાં અહીં ગેરકાયદેસર રીતે આવતુ હોય છે. આ બધા જ વાહનો વધારે ઓવરલોડ હતાં.

થાનગઢ તાલુકાના સરોડી ગામે ઝડપાયું હતું ખનિજચોરીનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સરોડી ગામે મામલતદારની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિને ઝડપી લઇ રૂપિયા 42 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તે ઉપરાંત ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે આવતા તપાસ ટીમે ખનીજની લીઝ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે ખનિજ માફિયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

મળતી વિગત મુજબ, થાનગઢ તાલુકાના સરોડી ગામના સરકારી ખરાબામાં આવેલી સર્વે નંબર 188 પૈકીની ખનીજની લીઝમાં નિયમો વિરુદ્ધ ખનીજ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન નિયમોનો ભંગ કરીને ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ ધમધમતી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તંત્રએ 6 કટર મશીન સહિતનો રૂપિયા 42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરી લીઝને સીલ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ