બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Midnight stampede at Mataji's vigil in Delhi, one dead, many injured

દુર્ઘટના / VIDEO: પગ મૂકવાની જગ્યા નહીં અને સ્ટેજ તૂટ્યો...: માતાજીના જાગરણમાં અડધી રાતે નાસભાગ, એકનું મોત, અનેક ઘાયલ

Priyakant

Last Updated: 09:37 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Latest News: કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું

  • દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં દુર્ઘટના 
  • સ્ટેજ તૂટી પડતાં  લગભગ 16 લોકો ઘાયલ થયા, એક મહિલાનું મોત 
  • સિંગર બી પ્રાકને જોવા માટે આવી પહોંચી હતી ભીડ

Delhi News : રાજધાની દિલ્હીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે આયોજકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.  

પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને VIPના પરિવારજનોને બેસવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગઈ હતી ત્યારબાદ સ્ટેજ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટેજ નીચે બેઠેલા 17 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મહિલાનું મોત
પોલીસે જણાવ્યું કે,અકસ્માતમાં ઘાયલ 45 વર્ષીય મહિલાને બે લોકો ઓટોમાં મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જોકે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

સિંગર બી પ્રાકને જોવા માટે આવી પહોંચી હતી ભીડ
આ તરફ હવે એવું સામે આવ્યું છે કે, આ જાગરણમાં બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાક પહોંચ્યા હતા, તેમને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. દરમિયાન મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. બી પ્રાકે કહ્યું કે, હું કાલકાજી મંદિર ગયો હતો જ્યાં અકસ્માત થયો હતો. લોકોને નુકસાન થયું છે, મને આશા છે. જેઓ ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે, મેનેજિંગ લોકોએ કાળજી લેવી જોઈએ.  

વધુ વાંચો: પાટલી બદલું પોલિટીક્સના કારણે નીતિશ કુમારે બનાવ્યો ગજબ રેકૉર્ડ! 24 વર્ષમાં જુઓ કેટલી વાર લીધા શપથ

કાર્યક્રમના આયોજનની પરવાનગી જ નહોતી 
પોલીસ એમ પણ કહે છે કે, આ કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304 A/188 હેઠળ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ