બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / MEXICO CONGRESS DISPLAYED 1000 YEARS OLD ALINE CORPSE IN THE PARLIAMENT

ઐતિહાસિક ઘટના / મેક્સિકોની સંસદમાં બે રહસ્યમયી મૃતદેહ જોઈ દુનિયા ચોંકી: 1000 વર્ષ જૂની એલિયનની બોડીનો દાવો, હાથમાં છે ત્રણ આંગળીઓ, કદ એકદમ નાનું

Vaidehi

Last Updated: 04:27 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોની સંસદમાં 2 રહસ્યમય શવ રાખવામાં આવ્યાં છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ એલિયન્સની લાશ છે. એલિયનનાં આ શવ 1000 વર્ષ જૂના માનવામાં આવી રહ્યાં છે.

  • મેક્સિકોની સંસદમાં બની રહસ્યમય ઘટના
  • કોંગ્રેસની અંદર રાખવામાં આવ્યાં 2 શવ
  • દાવો છે કે આ 2 લાશ એલિયન્સની છે

લેટિન અમેરિકી દેશ મેક્સિકોની સંસદમાં એલિયનને લઈને એક અસામાન્ય ઘટના જોવા મળી છે. આ ઘટનાને માણસનાં ઈતિહાસમાં નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. મેક્સિકોની કોંગ્રેસની અંદર એક સત્તાવાર કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 2 એલિયન શવનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. એલિયનની આ લાશોનું સત્તાવાર અનાવરણ UFO નિષ્ણાંત જેમી મોસન દ્વારા કરવામા આવ્યું હતું.

1000 વર્ષથી પણ જૂના શવ
કદમાં નાનાં આ 2 શવને લઈને આયોજકોનો દાવો છે કે આ મમી બની ચૂકેલ લાશ 1000 વર્ષથી પણ જૂની છે અને તેને પેરૂનાં કૂસ્કોથી મેળવવામાં આવ્યાં છે. મોસાને મેક્સિકો સરકારનાં સદસ્યોને કહ્યું કે UFOનાં નમૂનાઓનું મેક્સિકોની એક યૂનિવર્સિટીમાં અધ્યયન કરવામાં આવ્યું છે કે જ્યાં તેમના અનુસાર વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે તેમણે રેડિયોકાર્બન ડેટિંગનાં આધાર પર DNA નાં પુરાવાઓ એકઠા કરવામાં સફળતા મેળવી છે.

એલિયન લાશની 3 આંગળીઓ
મોસાન અનુસાર, આ નમૂના આપણી પૃથ્વીનાં વિકાસનો હિસ્સો નથી. આ એક શેવાલની ખાણમાંથી મળ્યાં છે અને પછી તેઓ જીવાશ્મમાં બદલાયા છે. અમેરિકાની જેમ જ મેક્સિકોનાં સાંસદોએ પણ UFOની ઉપર એક સુનાવણી આયોજિત કરી છે. મંગળવારે 2 લાશો કે જેને એલિયન માનવામાં આવી રહ્યું છે તેને સંસદની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

UFO સાથે પાયલટનો થયો હતો સામનો
કાર્યક્રમમાં અમેરિકી નૌસેનાનાં પૂર્વ પાયલટ રયાન ગ્રેવ્સ પણ હાજર રહ્યાં હતાં. રયાને દાવો કર્યો કે ઊડ્ડયન દરમિયાન તેમનો સામનો UFO સાથે થયો હતો. આ મમીમાં બદલાઈ ગયેલા શવ કાંચનાં બોક્સમાં રાખવામાં આવ્યાં હતાં જેથી લોકો તેને જોઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ