બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mega demolition has again been carried out in Devbhoomi Dwarka district

કાર્યવાહી / દેવભૂમિ દ્વારકામાં નહીં ચાલે દબાણ: આજે ફરી કરાશે મેગા ડિમોલિશન, અનેક લોકો સ્વેચ્છાએ ખાલી રહ્યા છે મકાન

Malay

Last Updated: 10:33 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના કલ્યાણપુરમાં ધાર્મિક સ્થળ હર્ષદ-ગાંધવી નજીક ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે. આ વિસ્તારમાં ડિમોલિશનને ધ્યાને રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

 

  • દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન
  • 122 જેટલા રહેણાંક મકાનો તોડી પડાશે
  • 20 કોમર્શિયલ સ્થળો પર પણ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી મેગા ડિમોલિશન ધરવામાં આવ્યું છે. આજે દ્વારકાના કલ્યાણપુરમાં દરિયા કિનારાની આસપાસના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે પોલીસ તંત્રની હાજરીમાં 122 જેટલા રહેણાંક મકાનો, 20 જેટલા કોમર્શિયલ સ્થળો પર સરકારી બુલડોઝર ફરી વળશે. મહત્વનું છે કે, તંત્રની નોટિસ બાદ અનેક લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી રહ્યા છે. 

મોડી રાતથી પોલીસ કાફલો તૈનાત
કલ્યાણપુરમાં ધાર્મિક સ્થળ હર્ષદ-ગાંધવી નજીક મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મેગા ઓપરેશનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. જેથી હર્ષદ-ગાંધવીમાં મોડી રાતથી જ પોલીસના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળ હર્ષદ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયુ છે. 

ગત ઓક્ટોબર મહિનામાં પણ દૂર કરાયા હતા દબાણો
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફેલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણ દૂર કરી 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ અને વિવાદીત સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા. 

મેગા ડિમોલિશન કામના વડાપ્રધાને પણ કર્યા હતા વખાણ 
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી કરોડોની કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. મેગા ડિમોલિશનમાં ગોડાઉન અને ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા. ત્યારે જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેગા ડિમોલિશનની કામગીરીને મુક્તમને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હોય છે ત્યારે બધા જ વિરોધ વગર સહકાર આપતા હોય છે. જે આ મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. વધુમાં ડિમોલિશન મામલે સંતોના નિવેદન સાંભળીને રાજીપો થયો હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ