બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / meet this young brothers from amritsar manage fathers restaurant after his death

Viral / પિતાના મૃત્યુ બાદ બે નિર્દોષ બાળકો ચલાવી રહ્યાં છે રેસ્ટોરન્ટ, મદદ માટે લોકો આગળ આવ્યાં

Premal

Last Updated: 07:15 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે માણસ પર પરિવારની જવાબદારીઓ આવે છે, તે આપોઆપ મોટો થઇ જાય છે અને ઘરના કામકાજમાં જોડાઈ જાય છે. સૌથી મોટું કામ એક શખ્સ માટે પરિવારની જવાબદારી ઉઠાવવાનુ હોય છે અને ખાસ કરીને તે નાનો હોય ત્યારે.

  • પિતાના મૃત્યુ બાદ આ બંને ભાઈઓ ચલાવે છે રેસ્ટોરન્ટ
  • વીડિયોમાં બંને ભાઈઓ કામ કરી રહ્યાં છે
  • રેસ્ટોરન્ટ ચલાવવામાં ઘણો ખર્ચ આવે છે 

ચલાવવા લાગ્યા પોતાના પિતાનું રેસ્ટોરન્ટ 

17 વર્ષના જશ્નદીપ અન તેમના 11 વર્ષના ભાઈ અંશદીપની સાથે આવુ થયુ. તેના પિતાના મૃત્યુ પછી પરિવારની જવાબદારી તેમના પર આવી. બંને ભાઈ પરિવારનો ખર્ચ ચલાવવા માટે પોતાના પિતા દ્વારા શરૂ કરવામાં આવેલુ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ રેસ્ટોરન્ટ અમૃતસરમાં છે. જશ્નદીપે જણાવ્યું કે તેના પિતાના મૃત્યુ બાદ ઘરની બધી જવાબદારી આ બે ભાઈઓ પર આવી છે. પિતાની મૃત્યુ અચાનક ગત 26 ડિસેમ્બરે થઇ હતી. ત્યારબાદથી આ બંને ભાઈ આ રેસ્ટોરન્ટને ચલાવી રહ્યાં છે. 

ખૂબ ખર્ચ આવે છે 

અમરજીત સિંહ નામના ટ્વિટર યુઝરે તેનો વીડિયો શેર કર્યો. જેમાં જશ્નદીપ અને તેનો નાનો ભાઈ કામ કરતા જોવા મળી રહ્યાં છે. તેઓ એવુ પણ જણાવે છે કે તેને ચલાવવામાં ઘણો ખર્ચ આવે છે. પરંતુ તેઓ પોતાના ગુરૂ ગોવિંદ સિંહને યાદ કરે છે અને હક અલાલની કમાણીને ખાવાની સલાહનો ઉલ્લેખ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ બંને ભાઈ દરરોજ 25 કિલોમીટર દૂરથી આવે છે અને આ રેસ્ટોરન્ટને ચલાવે છે. 

પિતાના મૃત્યુ બાદ દીકરાઓ ચલાવે છે રેસ્ટોરન્ટ 

વીડિયોના અંતમાં એક શખ્સ જણાવે છે કે આ બંને બાળકો કેટલી મહેનત કરી રહ્યાં છે. આ બંને બાળકો વીડિયોમાં તેનું રહેઠાણ પણ જણાવે છે અને લોકોને જણાવે છે કે રેસ્ટોરન્ટ ખુલ્યાના થોડા સમય બાદ તેના પિતાનું નિધન થયુ. 3 મહિના પહેલા આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું હતુ. બંને ભાઈ આખા પરિવારની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. આ રેસ્ટોરન્ટ ભાડે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે વધુમાં વધુ લોકો અહીં પહોંચે અને તેની મદદ કરે. આ રેસ્ટોરન્ટનું નામ Top Grill Amritsar છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ