બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / McDougall was giving information to the magazine by taking money, the former President suppressed the news by giving more money

વિશ્વ / ટ્રમ્પની નવી મુસીબત: પોર્નસ્ટાર પ્રકરણ વચ્ચે હવે પ્લેબોય મોડલ સંગ પણ રિલેશનનો ખુલાસો, અહીં પણ પૈસા આપીને છુપાવ્યા હતા 'ડાઘ'

Pravin Joshi

Last Updated: 02:08 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં પોર્ન સ્ટાર સાથેના સંબંધોને લઈને મુશ્કેલીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી 
  • પોર્ન સ્ટાર સાથેના સંબંધોને દબાવવા રૂ.1 કરોડ આપ્યા
  • આ મામલામાં વધુ એક મહિલાનું નામ સામે આવ્યું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં પોર્ન સ્ટાર સાથેના સંબંધોને લઈને મુશ્કેલીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, ટ્રમ્પ પર એવા આરોપો છે કે તેણે પોર્ન સ્ટાર સાથેના સંબંધોને દબાવવા માટે તેમને લગભગ 1 કરોડ રૂપિયા આપ્યા હતા. આ માટે તેણે ચૂંટણી પ્રચાર દરમિયાન બિઝનેસ રેકોર્ડ પણ ખોટા કર્યા હતા.પરંતુ હવે આ મામલામાં વધુ એક મહિલાનું નામ સામે આવી રહ્યું છે. કેરેન મેકડોગલ નામની પ્લેબોય મોડલનું કહેવું છે કે ટ્રમ્પ તેની સાથે 10 મહિનાથી રિલેશનશિપમાં હતા અને તેને ચૂપ રહેવા માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા.

સંબંધોની વિગતો જાહેર કરવા માટે એક મેગેઝિન સાથે ડીલ કરી 

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેરેન મેકડોગલે તેના અને ડોનાલ્ડ ટ્રમ્પના ઘનિષ્ઠ સંબંધોની વિગતો જાહેર કરવા માટે એક મેગેઝિન સાથે ડીલ કરી હતી. આ ડીલ હેઠળ ટ્રમ્પ અને કેરેન મેકડોગલની સ્ટોરી પ્રકાશિત થવાની હતી જેના બદલામાં મેકડોગલને 1.20 કરોડ રૂપિયા મળવાના હતા.પરંતુ ટ્રમ્પને આ વાતનો ખ્યાલ આવી ગયો. તે સમયે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. આવી સ્થિતિમાં તે પોતાની એવી કોઈ માહિતી બહાર આવવા દેવા માંગતો ન હતો જેનાથી તેની ઈમેજ પર અસર થાય.મેગેઝિન અને મોડલ વચ્ચેની ડીલની માહિતી મળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી વધુ પૈસા ચૂકવીને મોડલને ચૂપ કરી દેવામાં આવી હતી. પરંતુ મોડલ કેરેન મેકડોગલ કહે છે કે તેણીના સમાચાર પ્રકાશિત થવાથી રોકવા માટે તેણીને છેતરવામાં આવી હતી.

આ મીટિંગ એડલ્ટ મેગેઝિનની ઓફિસમાં થઈ હતી 

કેરેન મેકડોગલ દાવો કરે છે કે તે 2006માં એડલ્ટ મેગેઝિન પ્લેબોયની ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પને પહેલીવાર મળી હતી. મેકડૂગલ આ મેગેઝિન માટે મોડેલિંગ કરતી હતી અને કવર પર પણ દર્શાવવામાં આવી હતી. ત્યારે ટ્રમ્પ અમેરિકાના સૌથી મોટા રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતા. મેકડોગલના જણાવ્યા અનુસાર ટ્રમ્પને પહેલી મુલાકાતમાં જ તેના પ્રેમમાં પડી ગયા હતા અને કહ્યું હતું કે 'તમે ખૂબ જ સુંદર છો' તે સમયે મેકડોગલની ઉંમર 35 વર્ષ હતી, જ્યારે ટ્રમ્પ 60 વર્ષના હતા. તે સમયે મેકડોગલ અને ટ્રમ્પ બંને પરિણીત હતા. તેમ છતા તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંને 10 મહિના સુધી રિલેશનશિપમાં રહ્યાં. પરંતુ ટ્રમ્પ હંમેશા આ સંબંધને નકારી રહ્યા છે. જો કે, મેકડોગલ એમ પણ કહે છે કે ટ્રમ્પ સાથેના તેના સંબંધો સહમતિથી હતા અને ટ્રમ્પે ક્યારેય તેની પર દબાણ કર્યું ન હતું.

પોતાની ભૂલ માટે ટ્રમ્પની પત્નીની માફી માંગી

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મેકડોગલ તેના અને ટ્રમ્પના સંબંધો અંગે દાવો કરી ચુક્યા છે. પરંતુ જ્યાં સુધી ટ્રમ્પ પર કેસ ન થયો ત્યાં સુધી લોકો આ બાબતોને હળવાશથી લેતા રહ્યા. વર્ષ 2018 માં મેકડોગલે પરિણીત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ રાખવા બદલ તેની પત્ની મેલાનિયા ટ્રમ્પની માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે 'જ્યારે પણ હું તે ઘટનાને પાછું જોઉં છું, મને મારી જાત પર ગુસ્સો આવે છે'.

મૅકડૉગલ બ્રેસ્ટ કૅન્સર માટે એક અભિયાન ચલાવે છે

52 વર્ષીય મેકડોગલ હાલમાં એડલ્ટ મોડલિંગથી દૂર છે. તેણીની વેબસાઇટ અનુસાર તે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે અભિયાન ચલાવી રહી છે. આ સિવાય મેકડોગલ મહિલાઓના અધિકારો માટે પણ ખૂબ જ અવાજ ઉઠાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ