બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / Maruti Suzuki became Indias first company to generate revenue more than 1 lakh in car making

ઓટો વર્લ્ડ / 'મારુતીની ગાડી ચાલી ટોપ ગીયરમાં', 1 લાખ કરોડની કમાણી કરનાર પહેલી કંપની, આ ગાડી સૌથી વધારે વેચાઈ

Vaidehi

Last Updated: 06:06 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેંચાણનાં મામલામાં લાંબા સમયથી Maruti Suzukiની દેશમાં બોલબાલા છે. હવે આ કંપની ભારતની પહેલી એવી કંપની બની છે કે જેણે 1 લાખ કરોડ રૂપિયાનું રેવેન્યૂ મેળવ્યું છે.

  • મારુતિ સુઝુકીની કારની બોલબાલા
  • 1 લાખ કરોડ રૂપિયાનું રેવેન્યૂ મેળવનાર દેશની પહેલી કંપની
  • વિશ્વની ટોપ 30 કંપનીઓમાં 28માં સ્થાને મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી વેંચાણનાં મામલામાં દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની છે. અને હવે આ કંપની ભારતની પહેલી એવી કંપની બની છે જેણે 1 લાખ કરોડ રૂપિયાનું રેવેન્યૂ મેળવ્યું છે. બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર આ આંકડાને પાર કરતાની સાથે જ મારુતિ સુઝુકી દુનિયાભરની ટોપ 30 વાહન નિર્માતા કંપનીઓમાં શામેલ થઈ ગઈ . મારુતિ સુઝુકીએ ભારતની દ્વિતીય એવી કંપની છે કે જેણે ગ્લોબલ રેન્કિંગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પહેલાં ટાટા મોટર્સે પોતાની જગ્યા સુનિશ્ચિત કરી હતી.

17માં સ્થાને ટાટા મોટર્સ-28માં સ્થાને મારુતિ સુઝુકી
ગ્લોબલ લેવલ પર ટોપ 30 વાહન નિર્માતાઓની લિસ્ટમાં ટાટા મોટર્સ 17માં સ્થાને છે. મારુતિ સુઝુકી 28માં સ્થઆને છે અને કંપનીની બલેનો અને બ્રિઝા રેવેન્યૂમાં ઘણી આગળ છે. આ સિવાય ફોક્સવેગન, ટોયોટા અને સ્ટેલાંટિસનું રેવેન્યુ ક્રમશ: 293 બિલિયન, 271 બિલિયન અને 189 બિલિયન ડોલર છે. 

'અમને આગળ વધતાં કોઈ નહીં રોકી શકે'
મારુતિ સુઝુકી ઈન્ડિયાનાં ચેરમેન આર.સી. ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે' અમે ક્યાય નહોતા અને હવે અહીં પહોંચ્યાં છીએ. વિસ્તાર કરવાનાં અમારા પ્લાનની સાથે, જે પ્રમાણે સ્થિતિ હશે તે મુજબ આગળ વધારવાનાં છીએ. જે રીતે અર્થવ્યવસ્થા મેનેજ થઈ રહી છે તેના લીધે અમને સૌને આગળ વધવાનો મોકો મળી રહ્યો છે. સરકારની તરફથી કોઈ રોક-ટોક નથી જેના લીધે અમને આગળ વધતાં હવે કોઈ નહીં રોકી શકે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ