બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 07:24 AM, 28 January 2024
ADVERTISEMENT
ગ્રહ ગોચર માટે ફેબ્રુઆરી 2024ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર સહિત અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. મંગળ ગ્રહ 5 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં ગોચર કરશે.
મંગળ ગ્રહને ઊર્જા, શક્તિ, સાહસ, શૌર્ય, પરાક્રમ અને ભૂમિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ મકર રાશિમાં ગોચર કરતા હોવાથી આદિત્ય મંગળ યોગનું નિર્માણ થશે. આ તમામ ગ્રહ ગોચરથી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મેષ- વૈદિક જ્યોતિષ અનુસાર મેષ રાશિના જાતકોના જીવનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. કરિઅર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મંગળ ગોચરથી મેષ રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે, વૈવાહિક જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે.
વૃષભ- આ રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. મહેનતનું શુભ પરિણામ પ્રાપ્ત થશે, જે પણ કાર્ય અટકેલા છે તે તમામ કાર્ય પૂર્ણ થશે. ભાગ્યનો સાથ મળશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે અને બિઝનેસમાં લાભ થશે. બિઝનેસમાં નફો થવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
મિથુન- આ રાશિના જાતકો માટે મંગળ ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે. મંગળ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.