બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / maharashtra 38 year old engineer heart attack doctors revive him after 45 Minutes of cpr

કુદરતનો ચમત્કાર! / 38 વર્ષના યુવકને આવ્યો હાર્ટઍટેક, થંભી ગયા શ્વાસ: 45 મિનિટ સુધી આપ્યું CPR તો થયો ચમત્કાર, ડૉક્ટર પણ ચોંકી ગયા

Malay

Last Updated: 02:59 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક બાદ થંભી ગયું હ્રદય, 45 મિનિટ સુધી આપ્યું CPR તો થયો જોરદારનો ચમત્કાર, ડોક્ટરો પણ થઈ ગયા આશ્ચર્યચકિત

  • 38 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો
  • ડોક્ટર પુનઃર્જીવિત કરવામાં સફળ રહ્યા 
  •  45 દિવસ સુધી આઈસીયુમાં રાખ્યા

Nagpur News: ગત 25મી ઓગસ્ટે 38 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને એક કલાક કરતા વધુ સમય સુધી તેમના દિલના ધબકારા બંધ થઈ ગયા હતા. તેમને મૃત માની લેવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર તેમને પુનઃર્જીવિત કરવામાં સફળ રહ્યા અને 45 દિવસ સુધી આઈસીયુમાં રાખ્યા બાદ તેઓ એકદમ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. આ વ્યક્તિનો જીવ બચી જતાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં સુધી કે ડોક્ટર્સ પણ તેને એક ચમત્કાર જ માની રહ્યા છે.

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

40 મિનિટ પછી રોકી દેવાય છે CPR
અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, જો સ્પોન્ટેનિયસ સર્કુલેશન (ROSC) અથવા ધબકારા પાછા ન આવે તો કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ને 40 મિનિટ પછી રોકી દેવામાં આવે છે. આ અંગે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ઋષિ લોહિયાએ દર્દીની ઉંમર અને મોનિટર પર દેખાતા વેન્ટ્રિક્યુલર ફાઇબ્રિલેશનને કારણે 40 મિનિટની મર્યાદાને ઓળંગવાનો વિકલ્પ પસંદ કર્યો. તેમણે જ્યાં સુધી હૃદય ફરીથી કામ કરતું ન થઈ જાય ત્યાં સુધી ડિફિબ્રિલેશન શોકની સાથે સીપીઆર ચાલું રાખ્યું. 

45 મિનિટ સુધી અપાયું CPR 
હોસ્પિટલના રેકોર્ડ મુજબ, આ દર્દીને 45 મિનિટ CPR આપવામાં આવ્યું હતું. ડો. લોહિયાએ જણાવ્યું કે, પહેલા સીપીઆર 20 મિનિટ કરતા સમય સુધી ચાલું રહ્યું, જ્યારે ROSCને 30 સેકન્ડ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ ઈમરજન્સીની સ્થિતિને કારણે કોઈ ડોક્યુમેન્ટ વગર તેને ચાલુ રાખવામાં આવ્યું હતું. જો વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશન જોવા મળે છે, તો કાર્ડિયાક મસાજની સાથે ડિફિબ્રિલેશન શોકનો ઉપયોગ કરવામાં આવે છે. આ હૃદયને ફરીથી શરૂ કરવામાં મદદ કરે છે.

આ છે હાર્ટ એટેક પાછળના સૌથી મોટા 5 કારણ, ભૂલથી પણ નજરઅંદાજ કર્યા તો ગયા  કામથી! 5 major reasons for heart attack

કોઈ આડઅસર ન થઈ
લાંબા સમય સુધી સીપીઆરના કારણે પાંસળીઓ તૂટી જાય છે અને વારંવાર શોક આપવાથી ચામડી બળી શકે છે. ડૉ. લોહિયાએ કહ્યું કે, 'સારા CPRને કારણે આ દર્દીને આ બેમાંથી કોઈ પણ આડઅસર થઈ નથી.' તેમણે જણાવ્યું કે, તેમને 40 દિવસ સુધી વેન્ટિલેટરની જરૂર હતી, જોકે તેઓ આઠમા દિવસ પછી સ્વસ્થ થઈ ગયો હતા. ICU ટીમમાં નેફ્રોલોજિસ્ટ ડૉ. અશ્વિની ખાંડેકર અને સર્જન ડૉ. સુરજીત હઝરા સામેલ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ