બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Maharas were organized in Dwarka Ahiranis hoisted a 52 yard flag to Lord Dwarkadhish

આયોજન / દ્વારકામાં આહીર સમાજનો મહારાસ: 37 હજાર મહિલાઓ રાસમાં જોડાઈ, 2 લાખથી વધુ લોકો ઉમટ્યા, ગઇકાલે જગતમંદિરમાં ચડાવાઈ હતી 52 ગજની ધજા

Dinesh

Last Updated: 10:59 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dwarka news: દ્વારાકામાં 500 એકર જગ્યામાં મહારાસનું આયોજન કરાયું હતું, જ્યા 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસ રમી હતી

  • દ્વારકામાં આહીર સમાજનો મહારાસનું આયોજન
  • 37,000 આહિરાણીઓ મહારાસમાં રમઝટ બોલાવી
  • ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આયોજન


દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી હતી. શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાયો છે. અત્રે જણાવી દઈએ કે, 500 એકર જગ્યામાં મહારાસનું આયોજન કરાયું હતું. જ્યા 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસની રમઝટ બાલોલાવી છે. જ્યારે એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. જૂદા-જૂદા કાર્યક્રમોની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી. મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યમાં ઉપસ્થિતિ રહ્યાં હતી.

 37,000 આહિરાણીઓનો મહારાસ
બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ACC ગ્રાઉન્ડમાં 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો દ્વારા પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ મહારાસમાં રમઝટ બોલવી હતી. માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓ મહારસમાં રમઝટ બોલાવી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો. જ્યાં 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતા.

ઈતિહાસ રચાયો
આ 37000 આહિરાણીઓનો મહારાસનું ખાસ આયોજન સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી હતી. જે એક મહત્વનો રેકોર્ડ પણ સર્જાયો છે, સાથો સાથ ઈતિહાસ પણ રચાયો છે. ભવ્ય લોક ડાયરા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાસની શરૂઆત થઈ હતી.

રાજયના જુદા જુદા 24 જિલ્લાના લોકો સહભાગી થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિગતો મુજબ તા.23-24મી ડીસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને આ મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં હાલાર ઉપરાંત પ્રદેશના એટલે કે, રાજયના જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્યરાસ રમવા આવી પહોંચી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ