બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / Mahadev Betting App ED's Red at a late night production house in Mumbai, making films with megastars

મહાદેવ બેટિંગ એપ / મુંબઈમાં મોડી રાતે પ્રોડક્શન હાઉસ પર EDની રેડ, મેગાસ્ટાર્સ સાથે બનાવે છે ફિલ્મો; દુબઈના લગ્નમાં નાચવા ગયેલા હિરો-હિરોઈનમાં સોપો પડી ગયો

Megha

Last Updated: 12:41 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજર રહેવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઓને કરોડો રૂપિયા મળ્યા હતા, સાથે જ ફિલ્મ સ્ટાર્સ અને કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ આ એપ માટે પ્રમોશન પણ કર્યું હતું.

  • મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈમાં મોડી રાતે પ્રોડક્શન હાઉસ પર EDની રેડ
  • રણબીર કપૂરથી માંડીને કપિલ શર્મા સુધીના કલાકારોને આવ્યું EDનું તેડું
  • બૉલીવુડ સેલિબ્રિટીઓ આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજર રહ્યા હતા 

મહાદેવ બેટિંગ એપ કેસમાં ED અધિકારીઓએ શુક્રવારે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોડક્શન હાઉસને ફિલ્મ બનાવવા માટે હવાલા દ્વારા પૈસા મળ્યા હતા. એટલે એ બોલિવૂડના આ પ્રોડક્શન હાઉસને અંડરવર્લ્ડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવતું હતું. 

ED raids in Mahadev Betting app case, is underworld investment in any big film of Bollywood production houses? know
શું બોલિવુડ પ્રોડક્શન હાઉસની કોઇ મોટી ફિલ્મમાં છે અંડરવર્લ્ડનું રોકાણ?

મુંબઈમાં મોડી રાતે પ્રોડક્શન હાઉસ પર EDની રેડ
EDએ મુંબઈના અંધેરી વિસ્તારમાં કુરેશી પ્રોડક્શન સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. વાત એમ છે કે કુરેશી પ્રોડક્શન બોલિવૂડના ટોચના સ્ટાર સાથે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આ પ્રોડક્શન ચલાવતા લોકો વસીમ કુરેશી અને તબસ્સુમ કુરેશી છે. ED અધિકારીઓએ વસીમ કુરેશીની પૂછપરછ કરી અને પ્રોડક્શન હાઉસના લેવડ-દેવડની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વસીમ કુરેશીની તમામ વિદેશ યાત્રાઓની પણ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કુરેશી પ્રોડક્શન્સ બોલીવુડના મોટા સ્ટાર સાથે પ્રાદેશિક ભાષામાં ઐતિહાસિક ફિલ્મ બનાવી રહી છે અને કુરેશી પ્રોડક્શનને ફિલ્મ બનાવવા માટે મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાસેથી પૈસા મળ્યા હતા. 

બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ ED
સાથે જ એ વાત પણ નોંધનીય છે કે મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવી હતી. આ સેલિબ્રિટીઓ મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજર રહ્યા હતા અને તેના બદલામાં એમને કરોડો રૂપિયા મળ્યા હતા.

200 crores wedding, 35 crores party...Ranbir Kapoor, Shraddha Kapoor, Kapil Sharma etc. will be questioned
200 કરોડના લગ્ન, 35 કરોડની પાર્ટી, EDએ કર્યા ચોંકાવનારા ખુલાસા

રણબીર કપૂરથી માંડીને કપિલ શર્મા સુધીના કલાકારોને આવ્યું EDનું તેડું
EDએ મહાદેવ સટ્ટાબાજી એપ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલે હાસ્ય કલાકાર કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરૈશી અને હિના ખાનને સમન મોકલીને અલગ અલગ તારીખે પૂછપરછ કરવા માટે હાજર થવા કહ્યું છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું છે કે, તપાસ એજન્સીએ આ મામલે અભિનેતા રણબીર કપૂરને સમન મોકલીને આજે હાજર થવા માટે આદેશ આપ્યો છે. 

આ સેલેબ્સની પણ પૂછપરછ કરવામાં આવશે 
દુબઈમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે ચંદ્રાકરના લગ્ન થયા હતા. જેમાં ટાઈગર ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કૃતિ ખરબંદા, નુસરત ભરૂચા, કૃષ્ણા અભિષેક શામેલ થયા હતા. 

After Ranbir Kapoor, Kapil Sharma, Huma Qureshi also accused of ED, Mahadev spends time in betting app case, know what the...
રણબીર કપૂર બાદ કપિલ શર્મા, હુમા કુરેશીને પણ EDનું તેડું, 

સક્સેસ પાર્ટીમાં 35 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો
દુબઈમાં ફેબ્રુઆરી 2023માં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના રૂ. 200 કરોડના લગ્ન સહિત તપાસ દરમિયાન EDને અન્ય ઘણી મોટી ઘટનાઓ અને તેમના વીડિયો ફૂટેજ મળી આવ્યા છે. જેમાં ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2022માં દુબઈની ફેરમોન્ટ હોટેલમાં આયોજિત સક્સેસ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.  મહાદેવ એપની મોટી કમાણી ઉજવવા માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં 35 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડના અન્ય સ્ટાર્સે હાજરી આપી હતી. આગામી દિવસોમાં ED 30 થી વધુ હસ્તીઓની પૂછપરછ કરી શકે છે, જેમાં ઘણા મોટા નામ સામેલ છે.

શું છે સમગ્ર મામલો
મહાદેવ ગેમિંગ એપ્લિકેશન સટ્ટાબાજી માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કંપની કથિતરૂપે ક્રિકેટ, ટેનિસ, બેડમિંટન, પોકર અને કાર્ડ ગેમ સહિત અનેક લાવ ગેમ્સ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી પ્રદાન કરે છે. આ મામલે રણબીર કપૂર સહિત બીજા સ્ટાર્સ પર ગેરકાયદાકીય રીતે પૈસા કમાવાનો આરોપ છે. જે અંગે EDએ કાર્યવાહી કરી છે. રણબીર કપૂરને આ પૈસા રોકડમાં આપવામાં આવ્યા હતા એવામાં હવે અભિનેતાએ તપાસમાં થોડો સમય માંગ્યો છે. 

રણબીર કપૂરને EDનું સમન્સ, મહાદેવ ગેમિંગ મુદ્દે 6 ઓક્ટોબરે હાથ ધરાશે પૂછપરછ,  જાણો સમગ્ર મામલો | ED summons Ranbir Kapoor questioning will be conducted  on October 6 in Mahadev ...
રણબીર કપૂરને EDનું સમન્સ, મહાદેવ ગેમિંગ મુદ્દે હાથ ધરાશે પૂછપરછ

ફિલ્મ સ્ટાર્સ અને ખેલાડીઓની પૂછપરછ થઈ શકે છે
આ તમામ એપ્સ માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ અને કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ સોશિયલ મીડિયા એપ્સ અને ટીવી માટે પ્રમોશન પણ કર્યું હતું અને એજન્સીને શંકા છે કે તેના માટે ચુકવણી રોકડમાં કરવામાં આવી હતી. આ લિંકને જોડવા અને તપાસ કરવા માટે ED ટૂંક સમયમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને કેટલાક ક્રિકેટ ખેલાડીઓની પૂછપરછ કરી શકે છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર ED અભિનેતા રણબીર કપૂરની ફેબ્રુઆરી 2023માં દુબઈમાં આયોજિત લગ્નમાં તેના અભિનય માટે નહીં, પરંતુ ફેરપ્લે નામની ઓનલાઈન સટ્ટાબાજીની એપ માટે કરવામાં આવેલી કોમર્શિયલ જાહેરાતના સંદર્ભમાં પૂછપરછ કરવા માંગે છે. 

ફી કયા મોડ દ્વારા ચૂકવવામાં આવી હતી? રોકડ કે ચેક? 
રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, હિના ખાન, હુમા કુરેશી જેવી એક ડઝનથી વધુ ફિલ્મી હસ્તીઓએ ફેરપ્લે એપ માટે કોમર્શિયલ જાહેરાતો કરી હતી. તેમણે આ જાહેરાત માટે કઈ કંપની સાથે કરાર કર્યો હતો? તેની ફી કયા મોડ દ્વારા ચૂકવવામાં આવી હતી? રોકડ કે ચેક? તે સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ કે એપ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિને ક્યારે અને ક્યાં મળ્યો? આ તમામ સવાલો છે જે ED આ સ્ટાર્સ પાસેથી જાણવા માંગે છે. સૂત્રોનો દાવો છે કે કેસ સંબંધિત પ્રશ્નો માટે આગામી દિવસોમાં વધુ ઘણા લોકોને સમન્સ જારી કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ