બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / મનોરંજન / બોલિવૂડ / ED raids in Mahadev Betting app case, is underworld investment in any big film of Bollywood production houses? know

મહાદેવ બેટિંગ એપ / મહાદેવ સટ્ટા એપ કેસમાં EDના દરોડા, શું બોલિવુડ પ્રોડક્શન હાઉસની કોઇ મોટી ફિલ્મમાં છે અંડરવર્લ્ડનું રોકાણ? જાણો

Megha

Last Updated: 09:43 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDએ મુંબઈના અંધેરી વિસ્તારમાં કુરેશી પ્રોડક્શન સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કુરેશી પ્રોડક્શનને અંડરવર્લ્ડ પાસેથી ફાઇનાન્સ મળતો હોવાનો મુદ્દો આ દરોડા પાછળનું કારણ કહેવાય રહ્યું છે.

  • મહાદેવ બેટિંગ એપ કેસમાં EDની કાર્યવાહી તેજ બની 
  • EDએ મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા
  • પ્રોડક્શન હાઉસને અંડરવર્લ્ડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવતું - રિપોર્ટ  

મહાદેવ બેટિંગ એપ કેસમાં EDની કાર્યવાહી તેજ બની છે. એક અહેવાલ અનુસાર, ED અધિકારીઓએ શુક્રવારે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ બોલિવૂડના આ પ્રોડક્શન હાઉસને અંડરવર્લ્ડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવતું હતું. 

Tag | VTV Gujarati

EDએ  કુરેશી પ્રોડક્શન સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા 
EDએ માયાનગરી મુંબઈના અંધેરી વિસ્તારમાં કુરેશી પ્રોડક્શન સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કુરેશી પ્રોડક્શનને અંડરવર્લ્ડ પાસેથી ફાઇનાન્સ મળતો હોવાનો મુદ્દો આ દરોડા પાછળનું કારણ હોવાનું કહેવાય છે.  કુરેશી પ્રોડક્શન બોલિવૂડના ટોચના સ્ટાર સાથે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ બનાવવામાં સામેલ છે. આ પ્રોડક્શન ચલાવતા લોકો વસીમ કુરેશી અને તબસ્સુમ કુરેશી છે. ED અધિકારીઓએ વસીમ કુરેશીની પૂછપરછ કરી અને પ્રોડક્શન હાઉસના લેવડ-દેવડની તપાસ કરવામાં આવી હતી.

કુરેશી પ્રોડક્શન્સ બોલીવુડના મોટા સ્ટાર સાથે ફિલ્મ બનાવી રહી છે
આ સાથે જ ED કુરેશી પ્રોડક્શન્સના માલિક વસીમ કુરેશીની તમામ વિદેશ યાત્રાઓની પણ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કુરેશી પ્રોડક્શન્સ બોલીવુડના મોટા સ્ટાર સાથે પ્રાદેશિક ભાષામાં ઐતિહાસિક ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મ મોટા બજેટની હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, કુરેશી પ્રોડક્શનને ફિલ્મ બનાવવા માટે મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાસેથી પૈસા મળ્યા હતા. 

રણબીર કપૂર બાદ કપિલ શર્મા, હુમા કુરેશીને પણ EDનું તેડું, મહાદેવ બેટિંગ એપ  મામલે કસાયો ગાળિયો, જાણો શું કેસ / After Ranbir Kapoor, Kapil Sharma, Huma  Qureshi also accused ...

EDએ અનેક સ્ટારને પૂછપરછ માટે બોલાવ્યા હતા
મહાદેવ બેટિંગ એપ કેસમાં પહેલીવાર EDએ બોલિવૂડના પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા છે. અગાઉ EDએ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી શ્રદ્ધા કપૂર, કોમેડી શોના હોસ્ટ કપિલ શર્મા, અભિનેત્રી હિના ખાન અને હુમા કુરેશીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રણબીર કપૂરે ED સમક્ષ હાજર થવા માટે 1 સપ્તાહનો સમય માંગ્યો છે.

સૌરભ ચંદ્રાકરના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ
મહાદેવ સત્તા એપ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલની માલિકીની છે. સૌરભ ચંદ્રાકરના લગ્ન દુબઈમાં થયા હતા. ED અનુસાર, આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવાલા દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. સૌરભ ચંદ્રાકરના લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ પરફોર્મ કરવા ગયા હતા. હવે ઈડી તપાસ કરી રહી છે કે આ ફિલ્મ સ્ટાર્સને હવાલા મારફતે પૈસા મળ્યા કે નહીં. આ પહેલા EDએ મહાદેવ બેટિંગ એપના સંબંધમાં દેશમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ