બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / Madhya Pradeshs IAS officers pet dog goes missing reward is also announced

મધ્યપ્રદેશ / આવું કામ જનતા માટે ન થઈ શકે? IAS ઓફિસરનો પાલતુ શ્વાન થયો ગુમ, આખું તંત્ર કર્યું દોડતું, ઈનામની પણ જાહેરાત

Kishor

Last Updated: 12:26 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં IAS અધિકારીનો કૂતરો લાપતા બનતા તંત્ર દિવસ રાત એક કરીને કામ કરી રહ્યું છે. આ મામલે ઇનામની પણ જાહેરાત કરાઈ છે.

  •  મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં IAS અધિકારીનો પાલતુ શ્વાન ગુમ
  • અધિકારી ભોપાલથી દિલ્હી જઇ રહ્યા હતા
  • કૂતરાને શોધવા દર દર ભટકતો સમગ્ર વહીવટી સ્ટાફ

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં IAS અધિકારીનો પાલતુ શ્વાન ગુમ થઈ જતા તંત્ર બરોબરનું ધંધે લાગ્યું છે. અધિકારી ભોપાલથી દિલ્હી જઇ રહ્યા હતા આ વેળાએ મુસાફરી દરમિયાન કૂતરો ખોવાઈ ગયો હતો. જે કારમાંથી કૂદી ગયા બાદ આજ સુધી તેનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. બાદમાં લાપતા બનેલા આ શ્વાનને શોધવા પોલીસ દિવસ, રાત એક કરીને કામગીરીમા જોતરાઈ છે. હાલ સમગ્ર વહીવટી સ્ટાફ કૂતરાને શોધવા દર દર ભટકતો હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહિ ગુમ થયેલા આ કૂતરા મામલે શહેરભરમાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. જેને શોધી લાવનારને ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.


કારમાંથી કૂતરો નાશી ગયો

આ મામલે ડાબરા એસડીપીઓ વિવેક શર્માએ માહિતી આપતા જણાવ્યું કે ભોપાલથી દિલ્હી વિલૌઆ પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પરના ઢાબા પર કેટલાલ લોકો ભોજન માટે કાર રોકી ઢાબામાં ગયા હતા.આ દરમિયાન કૂતરો કારમાંથી કૂદીને ક્યાંક ચાલ્યો ગયો હતો. બાદમાં આ મામલે જાણ થતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. છતાં પણ કુતરાની ક્યાંય ભાળ મળી ન હતી.


લાપતા શ્વાનની શોધ માટે શહેરભરમાં લાગી ગયા પોસ્ટર
બાદમાં પોલીસ સ્ટેશન આવીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, વધુમાં કૂતરા અંગે  સ્ટેશનો અને ઢાબા સંચાલકોને પણ જાણ કરી ધ્યાન રાખવા જણાવ્યું છે. બીજી બાજુ એક ઢાબા સંચાલકે જણાવ્યું હતું કે શુક્રવારની રાતે અમુક લોકો ટોર્ચ માંગવા આવ્યા હતા. રાત્રે 1.30 વાગ્યે તેઓએ ગેટ ખોલી અને જોયું તો ત્યાં બે-ત્રણ લોકો હતા જે બધા એક ગુમ થયેલાં કૂતરાને શોધી રહ્યા હતા. ભારે જહેમત બાદ પણ શ્વાન ન મળતા અંતે તેની શોધ માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ઇનામની પણ જાહેરાત કરાઈ છે. બીજી તરફ તંત્રની આવી રોકેટગતીની કામગીરી નિહાળી 'આવું કામ જનતા માટે ન થઈ શકે? તેવો લોકોમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ